તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 11th May 2026
પતિએ પત્ની મારફત પ્રેમીને બોલાવી પતાવી દિધો
કોટડાસાંગાણીના નારણકા ગામે અજાણ્યા યુવાનની હત્યાનો રૂરલ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી હત્યા કરનાર મુળ યુપીના પતિની ધરપકડ કરીઃ આજે રીમાન્ડ મંગાશે

રાજકોટ, તા. ૧૧: કોટડાસાંગાણીના નારણકા ગામે અજાણ્યા યુવાનની હત્યાનો રૂરલ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી હત્યા કરનાર મુળ યુપીના દંપતિની ધરપકડ કરી હતી. પ્રેમ સબંધે હત્યાનો ભોગ બનનાર યુવાનને પતિએ પત્ની મારફત બોલાવીને બન્નેએ મોતને ઘાટ ઉતારી દિધાનું ખુલ્યું છે.
મળતી વિગતો મુજબ કોટડાસાંગાણીના નારણકા ગામ પાસે યુવાનના હાથ-પગ દોરીથી બાંધી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળ્યા બાદ રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરની સુચનાથી રૂરલ એલસીબીએ સી.સી.ટી.વી. કેમેરામાં આવતી જતી ગાડીના રજી.નં. જીજે ૦૩ એલઆર ૫૩૧૩ ના માલિક અંગે માહીતી મેળવતા આ ફોરવ્હીલ ગાડી સુરેન્દ્ર સ.ઓ શ્યામબિહારી પ્રસાદ રહે. આદર્શ સોસાયટી પાળ પીપળીયા ગામ, તા.લોધીકા ની હોયનું ખુલ્તા તેના મોબાઇલ નંબર આધારે વેરીફાય કરતા હાલે મજકુર હરસિધ્ધી સોસાયટી, રીબડા રેલ્વે સ્ટેશન પાસે, ગુંદાસરા ગામ, તા.ગોંડલ ખાતે રહેતો હોવાની માહીતી મળતા મજકુરના રહેણાંક મકાને જઇ તપાસ કરતા મજકુર ઇસમ સુરેન્દ્ર સ.ઓ શ્યામબિહારી પ્રસાદ વાળો મળી આવતા મજકુર ઇસમને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા પોતાની પત્ની રીતા વા/ઓ સુરેન્દ્ર પ્રસાદને મરણ જનાર વિજયદાસ વસંતદાસ દુધરેજીયા રહે. આદર્શ સોસાયટી પાળ પીપળીયા, તા.લોધીકા વાળા સાથે બે વર્ષ પહેલાથી પ્રેમ સબંધ હોય અને તે અંગેની જાણ પોતાને થઇ જતા પોતે પોતાની પત્નીને ઠપકો આપી આદર્શ સોસાયટી પાળ પીપળીયા થી હરસિધ્ધી સોસાયટી, રીબડા રેલ્વે સ્ટેશન પાસે, ગુંદાસરા ગામ, ખાતે મકાન ફેરવી નાખેલ હોય તેમ છતા વિજય પોતાની પત્નીને તેની સાથે સબંધ રાખવા અને મોબાઇલ પર વાત કરવાં ધમકાવતો હોય અને પોતાની પત્નીને બીજો મોબાઇલ આપી ગયેલ હોય અને ગત તા.૦૮/૦૫/૨૦૨૬ ના પોતે પોતાના ઘરે જતા પોતાની પત્ની આ વિજય સાથે મોબાઇલ પર વાત કરતી હોય તે અંગે પોતાને ખ્યાલ આવી જતા પોતે પોતાની પત્નીને ઠપકો આપેલ અને પતિ પત્નીએ બન્નેએ મળી વિજયને રાત્રીના સમયે બોલાવી તેનુ મળત્યુ નિપજાવવાનું કાવત્રુ ઘડેલ હતું.
આરોપી સુરેન્દ્ર પ્રસાદ પત્નીને આ વિજયને રાતના મારો પતિ નોકરી પર જવાનો છે તેમ કહી આ વિજયને પોતાના ઘરે મળવા બોલાવવા જણાવતા પોતાની પત્નીએ આ વિજયને મોડીરાતના મળવા બોલાવતા મરણ જનાર વિજય રાતના અઢી ત્રણ વાગ્યાના સમયે પોતાની પત્નીને પોતાના ઘરે મળવા આવતા પોતે આ વિજયને માથાના ભાગે સ્ટીલના પાઇપથી મારતા તે પડી જતા પોતે તથા પોતાની પત્નીએ દોરી વડે તેના હાથ પગ બાંધી પોતાની સ્વીફટ ફોરવ્હીલ ગાડીની ડેકીમાં નાખી નારણકા ગામ નજીક રોડની સાઇડમાં ફેકી દઇ પોતે વિજયના ગળાના ભાગે કુહાડી મારી દેતા તે મરણ ગયેલ હોવાની હકિકત જણાવી ઉપરોકત ગુન્હાની કબુલાત આપતા મજકુર આરોપી (૧) સુરેન્દ્ર સ.ઓ શ્યામબિહારી પ્રસાદ ઉ.વ.૪૬ ધંધો. પ્રા.નોકરી (એકટીવ સ્ટીલ ફોર્જ સર્વોદય શાપર) તથા તેની પત્ની (ર) રીતા વા/ઓ સુરેન્દ્ર પ્રસાદ ઉ.વ.૪૦ ધંધો.ઘરકામ રહે. બન્ને હાલ રીબડા રેલ્વે સ્ટેશન પાસે ગુંદાસરા ગામ, તા.ગોંડલ મુળ રહે. રાજપુર ગામ, પોસ્ટ કરેલીયા તા.નૌતનવા જી.મહારાજ ગંજ રાજય-ઉતર પ્રદેશ વાળાઓ ની ધરપકડ કરાઇ હતી. પકડાયેલ દંપતિને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે.
આ કાર્યવાહી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પો.ઇન્સ. જે.પી.રાવ તથા પો.સબ.ઇન્સ, એચ.સી.ગોહિલ તથા કે.એમ.ચાવડા, આર.વી.ભીમાણી, પી.એન.ભરવાડ, એ.એસ.આઇ. બાલકળષ્ણ અનંતરાય ત્રિવેદી, ઇન્દ્રસિંહ સજુભા જાડેજા, જયવિરસિંહ ચંદુભા રાણા, અનિલભાઇ રવજીભાઇ ગુજરાતી, અમીતસિંહ અજીતસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. ભગીરથસિંહ કિશોરસિંહ જાડેજા, પ્રહલાદસિંહ ભગવાનસિંહ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ વરજાંગભાઇ, ચાવડા, ભાવેશભાઇ કાથડભાઇ ચાવડા, મનિષભાઇ મુળુભાઇ વરૂ, મનદીપસિંહ રેવતુભા જાડેજા, ભારતીબા રાજેન્દ્રસિંહ સરવૈયા પો.કોન્સ. ભાવેશભાઇ વલ્લભભાઇ મકવાણા, વિજયભાઇ સિંહાર, મહેન્દ્રસિંહ સોલંકી, વિજયભાઇ ખડીયા, ડ્રા. પો.હેડ.કોન્સ. રજાકભાઇ બિલખીયા, અબ્દુલભાઇ શેખ તથા નેત્રમ શાખા રાજકોટ ગ્રામ્યના પો.હેડ.કોન્સ. જાગળતીબેન ડાંગર વિગેરે જોડાયેલ હતા.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
