તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
મોરબીના રંગપર પાસે પતિએ પત્નીને પતાવી દીધી
અન્ય યુવાન સાથે લફરૂ હોવાની શંકાએ પત્નીનું ગળુ દબાવી પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધીઃ સીરામીક ફેકટરીના લેબર કવાર્ટરમાં બનેલ ઘટના

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૭: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ મારબી સિરામિક કારખાનામાં કામ ક૨તા મધ્યપ્રદેશના વતની યુવકે પોતાની પત્નીને અન્ય યુવક સાથે લફરું હોવાની શંકાએ ગળું દબાવી પથ્થરના ઘા ઝીકી હત્યા કરી નાખતા હત્યાના આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, મળતકના દોઢ મહિના પહેલા જ પ્રેમલગ્ન થયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ મારબીજ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની આરોપી મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામે ગતરાત્રીના પોતાની પત્ની રેખા ઉર્ફે રિયા કારખાનામાં સાથે કામ ક૨તા દિલભર યાદવ સાથે વાતો કરતી હોય અને લફરું હોવાની શંકાએ ગળું દબાવી કપાળના ભાગે બેલાના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી.બનાવ અંગે મળતક રિયાના પિતા શિવકુમાર પ્રેમલાલ મરાવી રહે. ભીમપાર, મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપી મહેન્દ્રસિંહને રિયા દિલભર સાથે વાતો કરતી હોય શંકા વહેમ રાખી બેલના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. નોંધનીય છે કે,મળતક રિયાએ દોઢ મહિના પહેલા જ આરોપી મહેન્દ્રસિંહ સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને બન્ને મોરબી સિરામિક ફેકટરીમાં મજૂરી કામે આવ્યા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથધરી છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
