તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
આઇ. કે. જાડેજાએ હરીપરથી દૂર GIDC બનાવવા રજૂઆત કરી
હર્ષ સંઘવીને પત્ર લખી સ્થળ બદલવાની ભલામણ કરી

વઢવાણ તા. ૬ :.. ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામ નજીક બનનારી GIDCના સ્થળને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ગ્રામજનોના વિરોધ વચ્ચે પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાએ GIDC ગામથી દૂર બનાવવા સરકારને રજૂઆત કરી છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, GIDC બનવાથી ગામના તળાવ અને અનુસૂચિત જાતિના સ્મશાનની જમીન કપાઈ શકે છે. ઔદ્યોગિક એકમોથી હવા, પાણી અને પર્યાવરણ પ્રદૂષિત થવાની આશંકા પણ તેમણે વ્યક્ત કરી છે. તાજેતરમાં GIDC વિભાગના અધિકારીઓએ હરીપર ગામે લોકસંવાદ યોજ્યો હતો. ગ્રામજનોએ ત્યાં વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ અધિકારીઓ સંવાદ અધૂરો છોડીને સ્થળ પરથી ચાલ્યા ગયા હતા.
આઇ.કે. જાડેજાએ ગળહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. તેમાં તેમણે ગ્રામજનોની પર્યાવરણ અને પ્રદૂષણ અંગેની ચિંતા ધ્યાનમાં રાખીને GIDC અન્ય સ્થળે બનાવવા ભલામણ કરી છે. તેમણે આ મામલે ફરી વિચારણા કરી ગ્રામજનોના પ્રશ્નો અને લાગણીઓને ધ્યાનમાં લેવા પણ રજૂઆત કરી છે. હવે સરકાર GIDCના સ્થળમાં ફેરફાર અંગે શું નિર્ણય લે છે તેના પર નજર છે
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
