News of Monday, 27th April 2026
ગોંડલ સિવિલ હોસ્પિટલ પાસે આઇસર ટેમ્પોએ મચાવી તબાહી
હોસ્પિટલની દીવાલ તોડી આઇસર અંદર ઘૂસી ગયું: પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ, સદનસીબે જાનહાનિ ટળી

ગોંડલ, તા.૨૭: ગોંડલ સિવિલ હોસ્પિટલ પાસે આજે એક આઇસર ટેમ્પોએ ભારે તબાહી મચાવી હતી. કાબૂ બહાર થયેલો આઇસર ટેમ્પો હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ તોડીને અંદર ઘૂસી ગયો હતો.
આ ઘટનામાં હોસ્પિટલના ર્પાકિંગમાં ભા રાખેલા અનેક વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આઇસરે દીવાલ તોડી નાખતાં ઈંટો અને કાટમાળ વેરવિખેર થઈ ગયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે ઘટના સમયે ર્પાકિંગમાં કે દીવાલ પાસે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે વાહનોને ભારે નુકસાન થયું છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આઇસર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે.
સિવિલ હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં બનેલી આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)
(12:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
