તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ભગવાન અને સંતની રૂચિ મુજબ જો નિયમ-ધર્મ પ્રમાણે જીવન જીવીએ તો સર્વ ક્ષેત્રમાં પ્રગતિ સાથે સુખ-શાંતિની અનુભૂતિ પણ થાય : પ.પૂ.મહંત સ્વામી મહારાજ
આધુનિકતાની ઓઢણી ઓઢેલ યુવાનોને સાચી દશા અને દિશા આપવા માટે પ્રેરણાદાયી સંવાદ, નળત્ય અને લીરિકલ ડાન્સ દ્વારા યુવાનોએ અદભૂત પ્રસ્તુતિ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા : ગોંડલના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર-અક્ષર મંદિરે યુવા દિનની ભવ્યતાથી ઉજવણી

ગોંડલ, તા.૧૩: બુધવારે ભાઈબીજનાં પવિત્ર દિવસે ગોંડલના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર-અક્ષર મંદિરે પૂ.મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં યુવા દિનની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી.
આજના યુવાનો એટલે આજની નવી પેઢી, જેને આપણે સામાન્ય રીતે Gen Z (Generation Z) તરીકે ઓળખીએ છીએ. આજના યુવાનો ટેક્રોલોજી અને ડિજિટલ દુનિયા સાથે જોડાયેલા છે.
મોબાઇલ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ તેમના જીવનનો મહત્વનો ભાગ છે. તેઓ નવી વસ્તુઓ શીખવા અને નવા વિચારો અપનાવવા ઉત્સુક હોય છે. આવી આધુનિકતાની ઓઢણી ઓઢેલ યુવાનોને સાચી દશા અને દિશા આપવા માટે પ્રેરણાદાયી સંવાદ, નળત્ય અને લીરિકલ ડાન્સ દ્વારા યુવાનો દ્વારા જ અદભૂત પ્રસ્તુતિ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
પૂ.મહંતસ્વામી મહારાજે પણ આ તકે યુવાનોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કેઃ ‘આજના યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય થઈ ગયો છે. પરંતુ જો ટેકનોલોજીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે આશીર્વાદરૂપ છે નહિ તો અભિશાપરૂપ છે. ભગવાન અને સંતની રૂચિ મુજબ જો નિયમ-ધર્મ પ્રમાણે આપણું જીવન બનાવવામાં આવે તો સર્વ ક્ષેત્રમાં પ્રગતિ થાય છે. સુખ-શાંતિની અનુભૂતિ પણ થાય છે.' આ તકે સંતોએ કલાત્મક હારતોરા દ્વારા મહંત સ્વામી મહારાજને સત્કાર્યા હતા.(તસવીરઃ ભાવેશ ભોજાણી- ગોંડલ)
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
