તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
લીંબડી હાઇવે પર કટારિયા નજીક હોટલમાં ટેન્કર ઉભા રાખી ગેરકાયદે કેમિકલ ચોરીની પર્દાફાશ
રાજકોટ રેન્જ પોલીસ ટીમે યુપીના માજીદ વાહિદઅલી અને લીંબડીના અંકેવાળિયા ગામના રહેવાસી સાહિલ ફિરોઝ મુલતાનીને ઝડપી પાડ્યા :અન્ય 3 આરોપીઓ ફરાર

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે પર કટારિયા નજીક આવેલી એક હોટલ પાસે ટેન્કર ઉભા રાખી ગેરકાયદે કેમિકલ ચોરી કરવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો છે. રાજકોટ રેન્જ પોલીસ ટીમે દરોડો પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ રેન્જના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે કટારિયા ટોલગેટ નજીક આવેલી હોટલ પર કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ હોટલના પરિસરમાં ટેન્કર ઉભા રાખવામાં આવતા હતા અને ત્યાંથી ગેરકાયદે રીતે કેમિકલ ચોરી કરવામાં આવતું હોવાનો આરોપ છે. પોલીસ ટીમે કાર્યવાહી દરમિયાન સમગ્ર પ્રવૃત્તિનો પર્દાફાશ કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
રાજકોટ રેન્જ પોલીસ ટીમે ઉત્તર પ્રદેશના માજીદ વાહિદઅલી અને લીંબડી તાલુકાના અંકેવાળિયા ગામના રહેવાસી સાહિલ ફિરોઝ મુલતાનીને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ ગેરકાયદે કેમિકલ ચોરીનું નેટવર્ક કેટલું મોટું છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ કાર્યવાહીમાં અન્ય 3 આરોપીઓ ઘટનાસ્થળે હાજર મળી આવ્યા ન હતા. ઇકલાખખાન, ચુડા વિસ્તારના જયરાજસિંહ ભુપતભાઈ રાઠોડ અને જયવીર કાઠી સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સમગ્ર મામલે પાણશિણા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગેરકાયદે કેમિકલ ચોરી પાછળ કોણ કોણ સામેલ છે અને હોટલનો ઉપયોગ કેટલા સમયથી આ પ્રવૃત્તિ માટે કરવામાં આવતો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં હવે આ કેમિકલ ક્યાંથી લાવવામાં આવતું હતું અને ચોરી કરાયેલ કેમિકલ ક્યાં વેચવામાં આવતું હતું તે અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
