<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ગીરના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શનઃ ત્રણ શખ્‍સો ઝડપાયા, રૂા.૭૫,૦૦૦નો દંડ

વેકેશનમાં પ્રવાસીઓની ભીડ વચ્‍ચે વન વિભાગનું સઘન પેટ્રોલિંગ; બામણાસા રાઉન્‍ડના સ્‍ટાફે કાર્યવાહી કરી

આંકોલવાડી/જૂનાગઢઃ તા.ર૭,  નાયબ વન સંરક્ષકશ્રી ગીર પヘમિ વિભાગ, જૂનાગઢ તથા મદદનીશ વન સંરક્ષકશ્રી જામવાળા અને આર.એફ.ઓ.શ્રી આંકોલવાડીની સૂચના  હેઠળ આંકોલવાડી રેન્‍જની બામણાસા રાઉન્‍ડના રેવન્‍યુ વિસ્‍તારમાં વન વિભાગે ગેરકાયદે સિંહ દર્શન કરવા આવેલા ત્રણ શખ્‍સોને ઝડપી પાડી રૂા. ૭૫,૦૦૦નો દંડ વસૂલ કર્યો છે.

હાલ વેકેશન અનુસંધાને ગીર તથા ગીર અભયારણ્‍યની આસપાસ પ્રવાસીઓનો મોટા પાયે ધસારો રહે છે. તેને ધ્‍યાનમાં રાખી વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર સિંહ દર્શન કરનારા પર વોચ રાખવામાં આવી રહી છે.

આ દરમિયાન બામણાસા-આંકોલવાડી આજુબાજુના જંગલ વિસ્‍તારમાં બામણાસા રાઉન્‍ડનો સ્‍ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમયે માધુપુરના બે શખ્‍સ તથા વેરાવળના એક શખ્‍સ મળી કુલ ત્રણ લોકો જંગલ વિસ્‍તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરવા આવેલા જોવા મળ્‍યા હતા. સ્‍ટાફે તાત્‍કાલિક ત્રણેયને ઝડપી પાડ્‍યા હતા. બામણાસા રાઉન્‍ડ ફોરેસ્‍ટર ડેરભાઈ, બીટ ગાર્ડ કામલિયા ભાઈ, બરડભાઈ, રાઠોડભાઈ તથા સુમનબેન ચાવડાએ પેટ્રોલિંગ દરમિયાન આ શખ્‍સોને પકડી વન્‍યપ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ કાર્યવાહી કરી ઈં ૭૫,૦૦૦નો દંડ વસૂલ કર્યો હતો.વન વિભાગે લોકોને અપીલ કરી છે કે ગીર જંગલમાં પરવાનગી વિના પ્રવેશ કરવો ગુનો છે અને સિંહ સહિતના વન્‍યપ્રાણીઓની સુરક્ષા માટે નિયમોનું ચુસ્‍ત પાલન કરે.

(12:03 PM IST)