તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
કલ્યાણપુરનાં માળી ગામની ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર ખનીજ ખનનઃ જેસીબી-૧ તથા
ટ્રેકટર-૩ સહિત રૂ. ર૪,૦૦,૦૦૦ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

રાજકોટ-ખંભાળીયા તા. ૭: નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવળતિ કરનારા ઇસમોને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા.
દરમ્યાન P.S.I. શ્રી સી. એમ. કાંટેલીયા તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ મિતેશભાઇ પટેલ તથા કમલેશભાઇ રબારી નાઓને મળેલ ચોકકસ હિકકત આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પો.સ્ટે. વિસ્તારના માળી ગામની ગૌચરની જમીનમાંથી અમુક ઇસમો ગેરકાયદેસર માટી (મોરમ)નું ખનન કરતા હોય જે જગ્યાએ તપાસ કરી ખાણ-ખનીજના અધિકારી સાથે રેઇડ કરતા સદરહુ જગ્યાએથી (૧) જેસીબી - રજી. ન GJ37S0300 (૨) ટ્રેક્ટર ટ્રોલી સહિત જેના રજીસ્ટેશન નંબર નથી (૩) ટ્રેક્ટર ટ્રોલી સહિત જેના રજી નંબર GJ23CF6752 (૪) ટ્રેક્ટર ટ્રોલી સહિતનું તેના રજી નંબર GJ37J2970 તથા ટ્રોલી નંબર GJ37T6071 નુ મળી કુલ કિ.રૂ.૨૪,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી ખાણખનીજ ના અધિકારીશ્રીઓ દ્રારા પંચરોજ કામ કરી જગ્યાની જરૂરી માપણી કરી આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા સારુ હાજર મળી આવેલ કસુરદાર આવળદાન નાગજીભાઈ જામ જાતે ગઢવી રહે કનકપર ગામ તાલુકો કલ્યાણપુર જીલ્લો દેવભૂમિ દ્વારકા વાળાને તથા મુદ્દામાલને કલ્યાણપુર પો.સ્ટે. ખાતે સોંપી આપવામાં આવેલ છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
