<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

ભાવનગરના મહુવામાં ઊંચા કોટડા ગામે ગેરકાયદે ખનનનો પર્દાફાશ :15 શખ્સો સામે ગુનો: 13 વાહનો કબજે: ₹75 લાખનો મુદ્દામાલ જપ્ત

જંગલ અનામત વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન અને પરિવહન ઝડપાયું: વન વિભાગે 12 ટ્રેક્ટર અને 1 ડમ્પર સહિત 13 વાહનો કબજે કર્યા:મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા તપાસ તેજ

ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલ ઊંચા કોટડા ગામે ગેરકાયદે ખનનનો પર્દાફાશ થયો છે. ગેરકાયદે ખનન મામલે 15 શખ્સો સામે ગુનો નોંધાયો છે.  જંગલ અનામત વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન અને પરિવહન ઝડપાયું છે ગેરકાયદે ખનન મામલે વન વિભાગે 12 ટ્રેક્ટર અને 1 ડમ્પર સહિત 13 વાહનો કબજે કર્યા છે. વન વિભાગે અંદાજે ₹75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભારતીય વન અધિનિયમ 1927ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરાઈ છે. મહુવા રેન્જની સંયુક્ત ટીમે ગઈકાલે રાત્રે દરોડા પાડ્યા હતા  વાહનોના માલિકો અને ખનન નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.

(8:37 PM IST)