તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
સુરેન્દ્રનગરના નોલી ગામે સ્મશાન પાસે સરકારી જગ્યામાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયુ : ડમ્પર-ટ્રેકટર-લોડર સહિત 63.05 લાખનો મુદ્દામાલ જપ્ત : જુઓ વિડિયો
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગની સૂચના મુજબ રાજકોટ રેન્જ ટીમની કાર્યવાહી: બોટાદના મુખ્ય સૂત્રધાર સહિત 4 શખ્સો વિરુદ્ધ કેસ : ખાણ-ખનીજ વિભાગને દંડની કાર્યવાહી માટે સોંપાયા

રાજકોટ તા.૩ રાજકોટ રેન્જ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પો.સ્ટે. વિસ્તારના નોલી ગામના સ્મશાન પાસે આવેલ સરકારી જગ્યામાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા શખ્સોને ઝડપી પાડ્યા છે. ડમ્પર-1, ટ્રેકટર-1, લોડર-1 તથા રેતીનો ચારણો મળી કુલ રૂ. 63,05,000/- નો મુદ્દામાલ પકડી પાડ્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગની સૂચના મુજબ રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ PSI પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સના આધારે વર્કઆઉટ કરાયું હતું.
ચોક્કસ બાતમીના આધારે સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદિપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ, ફતેસંગ પરમારે દરોડો પાડ્યો. પ્રતાપભાઇ વાસ્તુભાઇ ખાચર રહે. નાનાસઇડા, તા. પાળીયાદ જી. બોટાદ નાઓ તેના માણસો સાથે મળી ગેરકાયદેસર ખનીજની ચોરી કરતો હતો.
ઘટનાસ્થળેથી ડમ્પર રજી.નં. GJ13AW7335 ડ્રાઇવર મનસુખભાઇ પોપટભાઇ બાવળીયા રહે. કુંભારા જી. બોટાદ, ટ્રેકટર રજી.નં. GJ33F0509 ડ્રાઇવર જગદીશભાઇ પ્રવિણભાઇ બથવાર રહે. સાયલા જી. સુરેન્દ્રનગર, લોડર રજી.નં. GJ33A0952 ડ્રાઇવર રાહુલ વીનાભાઇ મકવાણા રહે. માત્રા, વિછીયા જી. રાજકોટ તથા રેતી ચારવાનો ચારણો મળી કુલ કિ.રૂ. 63,05,000/- નો મુદ્દામાલ સીઝ કરાયો છે.
સમગ્ર મુદ્દામાલ તથા કસુરદારોને ધજાળા પોલીસ સ્ટેશનના સ્ટાફને સોંપી ખાણ-ખનીજના અધિકારીઓને જાણ કરી આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા સારુ સોંપી આપવામાં આવ્યા છે.
રાજકોટ રેન્જ દ્વારા સરકારી અને કુદરતી સંપત્તિને નુકસાન કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
