તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
અમરાપર ગામની નદી પાસે રેતીનું ગેરકાયદે વહન અને રેતી સટ્ટા પર જામનગર પંચકોશી એ ડિવિઝનની મોટી કાર્યવાહી: ડમ્પર , લોડર સહીત 25 લાખનો મુદામાલ જપ્ત
ગેરકાયદે રેતી રોયલ્ટી કે કોઈ આધાર પુરાવો કે લેખીત મંજુરી વગર ખનીજ ભરેલ વાહનોને તથા બીનઅધિકૃત રેતી સટૉ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી જામનગર પંચકોષી એ ડીવીઝન પોલીસ

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ નિર્લિપ્ત રાય IPS નાઓની સુચનાથી જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈનીIPS તથા નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદા જામ.ગ્રામ્ય વિભાગ જામનગરનાઓએ ખાણ-ખનીજ ચોરી તેમજ રોયલ્ટી કે કોઈ આધાર પુરાવો કે લેખીત મંજુરી વગર ખનીજ ભરેલ વાહનો તેમજ ગે.કા. રેતીનુ ખનન કરતા શખ્શો પર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય
ઉપરોકત સુચના અને માર્ગદર્શન હેઠળ પંચકોષી એ ડિવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.એમ.એન.શેખ સાથે પંચકોષી 'એ' ડિવી.પો.સ્ટે. ના સ્ટાફના માણસો રોયલ્ટી કે કોઈ આધાર પુરાવો કે લેખીત મંજુરી વગર ખનીજ ભરેલ વાહનોને શોધી કાઢવા પેટ્રોલીગમા હતા એ દરમ્યાન અમરાપર ગામની નદી પાસે બીનઅધિકૃત (ગેરકાયદેસર) રેતી નો સગ્રહ કરેલ જગ્યાએ નીચે જણાવેલ ડમ્પરમાં ઓવરલોડ રેતી ભરી તથા ઉપરોકત જગ્યાએ નીચે જણાવેલ લોડર વડે રેતી ભરી આપતા હોય જેથી ખાણખનીજ અધિકારીને જાણ કરી ઉપરોકત રોયલ્ટી કે કોઇ આધાર પુરાવા વગરની રેતી ભરેલ ગાડીઓ તથા બીનઅધિકૃત રેતી સટા પર કાયદેસરની કાર્યવાહી કરવા ખાણ ખનીજ અધિકારીને સોંપી આપેલ હતી
રોયલ્ટીની/મંજુરીપત્ર વગરના વાહનો નં (१) GJ 10 X 9681 ડમ્પર,(२) GJ 12 CM 8034 લોડર, (૩) બીન અધિકૃત રેતી સટો મળી કુલ મુદામાલ રૂપીયા રૂપીયા-૨૫,૦૦,૦00/-
આ કાર્યવાહી પંચકોષી 'એ' ડીવી. પો.સ્ટે. ના પો. ઈન્સ. એમ.એન.શેખ તથા પંચકોષી એ ડિવી. પો.સ્ટે. ના સ્ટાફના કર્મચારી વિગેરે નાઓએ કરેલ છે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
