News of Sunday, 2nd August 2026
મોરબી ખેડુત આંદોલનની અસર : આગામી વિધાનસભા ચુંટણીમાં ભાજપે જેતપર, જીકીયાળી અને વાઘપર ગામમાં મત માંગવા આવવું નહિ, બેનરો લાગ્યા.
ખેડૂતોની વીજ લાઈન વળતર મુદે લડતમાં હવે ભાજપને પ્રવેશબંધીના બેનરો લાગવાનું શરુ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વીજલાઈન વળતર મુદે જેતપર ખાતે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં ખેડૂતો પોણા બે માસથી લડત ચલાવી રહ્યા છે છતાં નીમ્ભર સરકાર ખેડૂતોની માંગણી મુદે મચક આપતી નથી અને ખેડૂતોએ હવે પ્રવેશબંધીના બેનરો લગાવવાનું શરુ કર્યું છે જેતપર, જીકીયાળી અને વાઘપર ગામમાં ભાજપના ઉમેદવારે મત માંગવા આવવું નહિ તેવા બેનરો લગાવી દેવામાં આવ્યા છે.
મોરબીના જેતપર ગામના ગેટ પર બેનર લગાવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે જે આગામી ૨૦૨૭ ઈ વિધાનસભા ચુંટણીમાં ભાજપ પક્ષ જેતપર ગામે મત માંગવા આવવું નહિ અને જેતપર ગામ સમસ્ત નીચે લખવામાં આવ્યું છે તે ઉપરાંત વાઘપર ગામ સમસ્ત દ્વારા પણ આવું બેનર બનાવ્યું છે જેમાં પણ આગામી વિધાનસભા ચુંટણીમાં ભાજપ પક્ષે વાઘપર ગામે મત માંગવા આવવું નહિ તેમ જણાવી દેવાયું છે તો જીકીયારી ગામમાં પણ ભાજપ નેતાના બહિષ્કારના બેનરો લાગી ગયા છે હાલ ત્રણ ગામોએ પ્રવેશબંધીની જાહેરાત કરી દીધી છે તેમજ આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ વિરોધના બેનરો લાગે તો નવાઈ નહિ.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
