News of Saturday, 25th April 2026
જામનગરમાં આદર્શ આચારસંહિતાની અમલવારી: એસ્ટેટ શાખાની 5 ટીમો દ્વારા મોડી રાત સુધી કાર્યવાહી, 1400થી વધુ પ્રચાર સામગ્રી દૂર
ગઈકાલે સાંજે 6:30થી શરૂ કરાયેલી ઝુંબેશમાં 552 કિઓસ્ક બોર્ડ, 213 હોર્ડિંગ્સ અને 644 ફ્લેગ હટાવાયા; આજે સવારથી પણ કામગીરી ચાલુ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫ : જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતાની કડક અમલવારી માટે તંત્ર દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ગઈકાલે સાંજે 6:30 કલાકથી મોડી રાત્રિ સુધી એસ્ટેટ શાખાની 5 ટીમો દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએથી ચૂંટણી પ્રચાર સામગ્રી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઝુંબેશ દરમિયાન કુલ 552 કિઓસ્ક બોર્ડ, 213 હોર્ડિંગ્સ અને 644 ફ્લેગ ઉતારી લેવામાં આવ્યા છે. આમ એક જ રાતમાં 1409 જેટલી પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી છે.
તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આદર્શ આચારસંહિતાના ભંગને રોકવા માટે આ કામગીરી આજે સવારથી પણ સતત ચાલુ રાખવામાં આવી છે. શહેરના તમામ વિસ્તારોમાંથી રાજકીય પક્ષોના બેનર, પોસ્ટર અને અન્ય પ્રચાર સામગ્રી દૂર કરવાની સૂચના આપવામાં આવી છે.
આચારસંહિતા અમલમાં આવ્યા બાદ જાહેર સ્થળો પરથી પ્રચાર સામગ્રી હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
