<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો મહત્વનો નિર્ણય : પગાર અને મળવાપાત્ર પેન્શન સહિતના સરકારી લાભોનો ત્યાગ કરવા રજૂઆત

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખીને પોતાની ઇચ્છા લેખિતમાં જણાવી:પ્રકાશ વરમોરાએ જણાવ્યું છે કે તેઓ આર્થિક રીતે સક્ષમ હોવાથી ધારાસભ્ય તરીકે મળતો સરકારી પગાર કે અન્ય આર્થિક લાભો લેવા ઇચ્છતા નથી.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ મહત્વનો નિર્ણય લેતાં ધારાસભ્ય તરીકે મળતા પગાર અને ભવિષ્યમાં મળવાપાત્ર પેન્શન સહિતના સરકારી લાભોનો ત્યાગ કરવાની રજૂઆત કરી છે. આ અંગે તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખીને પોતાની ઇચ્છા લેખિતમાં જણાવી છે. 

  ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ રજૂઆતમાં જણાવ્યું છે કે તેઓ આર્થિક રીતે સક્ષમ હોવાથી ધારાસભ્ય તરીકે મળતો સરકારી પગાર કે અન્ય આર્થિક લાભો લેવા ઇચ્છતા નથી. તેથી ધારાસભ્ય તરીકે મળતા પગારની સાથે ભવિષ્યમાં મળવાપાત્ર પેન્શનનો પણ લાભ ન લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંગે તેમણે વિધાનસભા અધ્યક્ષને જરૂરી કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી છે.

(8:41 PM IST)