તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
બોટાદ સર્કિટ હાઉસ ખાતે ભાજપના વિજેતા સભ્યોનો મહત્વપૂર્ણ જમાવડો: નગરપાલિકા પ્રમુખ પદની પસંદગી માટે જ્ઞાતિગત સમીકરણો અને રોટેશન પદ્ધતિ પર ઊંડાણપૂર્વક મંથન
વરિષ્ઠ ભાજપ નેતાઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં પ્રમુખ પદના દાવેદારોને લઈ ચર્ચા; સામાજિક સંતુલન જાળવી સર્વસંમતિથી નિર્ણય લેવા પર ભાર, સ્થાનિક રાજકારણમાં ગતિવિધિ તેજ બની

બોટાદ તા.૨ : બોટાદ સર્કિટ હાઉસ ખાતે વિજેતા સભ્યોનો જમાવડો યોજાયો હતો. બેઠકમાં પ્રમુખ પદ માટે જ્ઞાતિગત અને રોટેશન સમીકરણો પર વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું.
ભાજપના પદાધિકારીઓ અને વિજેતા સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં સ્થાનિક રાજકીય સમીકરણોને ધ્યાને લઈ પ્રમુખ પદની પસંદગી અંગે ચર્ચા થઈ હતી. પ્રમુખ પદ માટે વિવિધ જ્ઞાતિના દાવેદારો અને રોટેશન પદ્ધતિ મુજબ નામો પર વિચારણા કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટી દ્વારા સામાજિક સંતુલન અને સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવશે. પ્રમુખ પદની જાહેરાતને લઈ રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. બેઠકમાં ભાજપના ખેસ પહેરેલા નેતાઓ સાથે વિજેતા સભ્યો પણ હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં પ્રમુખ પદ અંગે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
