<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

બોટાદના જાળીલાના પૂર્વ ઉપસરપંચની હત્યા કેસના મહત્વનો ચુકાદો :તમામે તમામ 9 આરોપીને આજીવન કેદની સજા

જૂની અદાવત અને અગાઉના કોર્ટ કેસોમાં સમાધાન નહીં કરવા બદલ હત્યા કરાઈ હોવાની ફરિયાદમાં ઉલ્લેખ: સુનાવણી દરમિયાન 41 સાક્ષીઓની તપાસ અને 141થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા

બોટાદના એડિશનલ એન્ડ સ્પેશિયલ (એટ્રોસિટી) કોર્ટે મહત્વનો ચુકાદો આપતા, જાળીલા ગામના પૂર્વ ઉપસરપંચની હત્યા કેસના તમામે તમામ નવ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. 2019માં 19મી જૂનના રોજ, નવ શખ્સોએ પૂર્વઆયોજિત કાવતરું રચીને, જાળીલા ગામના પૂર્વ ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની હત્યા કરી હતી. હત્યાના કારણમાં જૂની અદાવત અને અગાઉના કોર્ટ કેસોમાં સમાધાન નહીં કરવા બદલ હત્યા કરાઈ હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.

  મારુતિ ઝેન કારથી, મનજીભાઈ સોલંકીની મોટરસાઇકલને ટક્કર મારી પાડી દીધા બાદ લાકડીઓ અને લોખંડના પાઇપથી જીવલેણ હુમલો કરાયો હતો. કેસની સુનાવણી દરમિયાન 41 સાક્ષીઓની તપાસ અને 141થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા.

(7:29 PM IST)