તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના સેવાકાર્યોથી પ્રભાવિત થઈને ઢસાની સહકારી મંડળી દ્વારા રૂ. ૫૧,૦૦૦ નું આર્થિક અનુદાન અર્પણ કરાયું
મંડળીના પ્રમુખ જે.બી.દેવમુરારી અને મંત્રી આર.એલ.રોકિયા સહિતના સભ્યોએ દર્દીનારાયણની મફત સારવારના હેતુસર હોસ્પિટલના ટ્રસ્ટી બી.એલ.રાજપરાને ચેક સુપ્રત કર્યો : દાતાઓનું પુસ્તક અને શાલ ઓઢાડીને કરાયું બહુમાન

ઢસા: ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ખાતે કાર્યરત સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ દ્વારા ચલાવવામાં આવતી નિઃશુલ્ક આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને દાન આપવાનો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. ઢસા ગામ ખાતે સ્થિત ‘વિદ્યુત બોર્ડ કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી’ ના કમિટી સભ્યો દ્વારા હોસ્પિટલમાં સારવાર લેતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીનારાયણની સેવામાં સહભાગી થવાના ઉમદા આશય સાથે આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે.
મંડળીના હોદ્દેદારોએ રૂ. ૫૧,૦૦૦ નો ચેક અર્પણ કર્યો:
પ્રાપ્ત વિગતો અનુસાર, તા. ૦૪ જુલાઈ ૨૦૨૬ ના રોજ સહકારી મંડળીના પ્રમુખ જે.બી.દેવમુરારી, મંત્રી આર. એલ. રોકિયા તેમજ વ્યવસ્થાપક કમિટીના અન્ય સભ્યોએ સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંડળીના હોદ્દેદારો દ્વારા સંસ્થાના સેવાકાર્યો અર્થે રૂ. ૫૧,૦૦૦ (અંકે રૂપિયા એકાવન હજાર પુરા) નો ચેક હોસ્પિટલના ટ્રસ્ટી બી.એલ.રાજપરાને અનુદાનરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.
પુસ્તક અને શાલ અર્પણ કરીને દાતાઓનું સન્માન કરાયું:
આ પાવન પ્રસંગે હોસ્પિટલ પરિવાર તરફથી દાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. ટ્રસ્ટી બી.એલ.રાજપરા દ્વારા મંડળીના સભ્યોને સદગુરુદેવ લિખિત પ્રેરણાદાયી પુસ્તક ‘જીજ્ઞાસુ પિયુષ’ અને શાલ ઓઢાડીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યુત બોર્ડ કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી-ઢસાના આ ઉદાર આર્થિક સહયોગ બદલ હોસ્પિટલના ટ્રસ્ટી મંડળે મંડળીના તમામ કમિટી સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. સંસ્થા દ્વારા જણાવાયું છે કે આ પ્રકારના લોક સહયોગથી હોસ્પિટલની નિઃશુલ્ક સારવાર પ્રવૃત્તિઓને વધુ બળ મળશે. (અહેવાલ - મુકેશ પંડિત)
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
