<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ઉપલેટામાં ૧.૯૦ લાખના ગાંજાના જથ્‍થા સાથે ઇમરાન પકડાયોઃ રૂરલ એસઓજીનો દરોડો

ઓરિસ્‍સાથી ગાંજો લાવી વેચાણ કરે તે પુર્વે જ પોલીસ ત્રાટકી

રાજકોટ, તા.૩: ઉપલેટામાં રહેણાંક મકાનમાં ૧.૯૦ લાખના ગાંજાના જથ્‍થા સાથે એક શખ્‍સને રૂરલ એસઓજીએ ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ રૂરલ એસઓજીના પી.આઇ.એફ.એમ પારધી તથા પી.એસ.આઇ. પી.બી મિશ્રા સહિતની ટીમે ઉપલેટામાં એમડી સ્‍કુલ પાસે મચ્‍છી માર્કેટ પાસે રહેતા આરોપી ઇમરાન ઉર્ફે જાવલો સ/ઓ સીદીકભાઇ કારવાના મકાનમાં રેઇડ કરી વનસ્‍પનિજન્‍ય જાંજાના ઘટકોવાળો પાદક પદાર્થનો જેનુ કુલ વજન-૩ કિલો ૮૧૬ ગ્રામ કિ. રૂા. ૧.૯૦,૮૦૦/- નો જથ્‍થો પકડી પાડેલ હતો.

ઇમરાન આ ગાંજાનો જથ્‍થો ઓરીસ્‍સા રાજયના કાગસા ગામના એક વ્‍યકિત પાસેથી વેચાણ અર્થે લાવ્‍યાની કબૂલાત આપી હતી. પોલીસે ઇમરાનની ધરપકડ કરી ઓરિસ્‍સાના શખ્‍સની શોધખોળ હાથ ધરી છે.

(1:24 PM IST)