<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

જામનગરમાં ‘‘ઓવન સબ'' રેસ્‍ટોરન્‍ટનું પૂનમબેન માડમના હસ્‍તે ઉદ્‌ઘાટન

જામનગરઃ જામનગરના પટેલ કોલોની શેરી નંબર ૯ ખાતે અલીયાબાડા ગામના ઉપસરપંચ પાર્થ પી. હરિયાણીના નવા રેસ્‍ટોરન્‍ટ ઓવન સબ (Oven Sub)નું ભવ્‍ય ઉદ્ધાટન જામનગરના સાંસદ પૂનમબેન માડમના હસ્‍તે થયું હતું. આ પ્રસંગે ધારાભ્‍ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, જિલ્લા ભાજપ અધ્‍યક્ષ ડો. વિનુભાઈ ભંડેરી, ડેપ્‍યુટી મેયર રાકેશભાઈ ડેર, અમરભાઈ મોદી, જયપાલસિંહજી જાડેજા (તાલુકા પંચાયત કારોબારી ચેરમેન), કોર્પોરેટર ઋષિરાજસિંહજી જાડેજા, હેમંતભાઈ પાંભર, સુભાષભાઈ જોશી તેમજ જિલ્લા ભાજપ અને શહેર ભાજપના અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા અને નવા સાહસ માટે પાર્થ હરિયાણીને શુભેચ્‍છાઓ પાઠવી હતી.(તસવીરોઃ કિંંજલ કારસરીયા, જામનગર)(અહેવાલ, મુકુંદ બદિયાણી) 

(10:18 AM IST)