હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આટકોટ ખાતે કુંવરજીભાઈ બાવળીયા દ્વારા શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્રનો પ્રારંભ
રાજ્યમાં આજે ૨૮ જિલ્લાઓમાં ૧૦૧ નવા ભોજન કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યાઃ હવે તમામ ૩૪ જિલ્લાના શ્રમિકોને માત્ર રૂ. ૫માં મળશે પૌષ્ટિક આહાર

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૧૬ ગુજરાતના વિકાસમાં પાયાનો પથ્થર બનતા બાંધકામ શ્રમિકોની સામાજિક સુરક્ષા, આવાસ અને પોષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના શ્નગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડઙ્ખ દ્વારા આજે રોજ સવારે ૮ થી ૯ કલાક દરમિયાન સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત શ્રમિકોના હિત માટે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આટકોટ ખાતે પાંચવડા ચોકડી પાસે અન્નપૂર્ણા ભોજન કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને કુપોષણથી બચાવવા અને માત્ર રૂ. પાંચના ટોકન દરે પૌષ્ટિક ભોજન આપતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ હવે સમગ્ર રાજ્યમાં વિસ્તરી ગયો છે અત્યાર સુધી રાજ્યના ૨૦ જિલ્લાઓમાં ૨૯૩ કેન્દ્રો કાર્યરત હતા જેમાં આજે વધુ ૧૦૧ નવા ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે આ સાથે જ હવે રાજ્યના તમામ ૩૪ જિલ્લાઓમાં કુલ ૩૯૪ ભોજન વિતરણ કેન્દ્રો શ્રમિકોની સેવામાં સક્રિય બન્યા છે. ઈ-નિર્માણ પોર્ટલ કાર્ડ ધરાવતા શ્રમિકોને રોટલી,શાક,કઠોળ, ભાત,અથાણું અને ગોળ તેમજ સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્ન સાથેનું સાત્વિક ભોજન અપાય છે જેમના કાર્ડ નથી તેમની કેન્દ્ર પર જ હંગામી નોંધણી કરી તેમને પણ સુવિધા અપાશે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૫.૦૯ કરોડથી વધુ ભોજનોનું વિતરણ થઈ ચૂકયું છે.
સેવા સંકલ્પ અભિયાનઙ્ઘના માધ્યમથી રાજ્ય સરકારે શ્રમિકોને એક જ દિવસે સમગ્ર રાજ્યમાં સસ્તા દરે પૌષ્ટિક ભોજનની ભેટ આપીને સામાજિક કલ્યાણનું ઉત્કળષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
