તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
જૂનાગઢના વિજાપુર ગામે સાંત્વન વિકલાંગ ટ્રસ્ટમાં બે એસીનું લોકાર્પણ
યુકે સેવા સમિતિના કિશોરભાઈ વાઢિયાના સહયોગથી અતિ ગંભીર દિવ્યાંગ બાળકોને મળી રાહત, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાના હસ્તે લોકાર્પણ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૨: આજના શુભ દિવસે જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામ ખાતે આવેલ સાંત્વન વિકલાંગ ટ્રસ્ટ, અતિ ગંભીર વિકલાંગ બાળકોની સંસ્થામાં, યુકે સેવા સમિતિના સહયોગથી બે એર કંડીશનરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
યુકે સેવા સમિતિના શ્રી કિશોરભાઈ વાઢિયા દ્વારા સમિતિના જૂનાગઢ શહેરના પ્રતિનિધિ યતીનભાઈ કારીયાના સંકલનથી સંસ્થાને આ એસીની ભેટ આપવામાં આવી હતી. બંને એર કંડીશનરનું લોકાર્પણ પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહેન્દ્રભાઈ મશરૂ, મનસુખભાઈ વાજા, સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ નાઝાભાઈ વાળા, ગીરીશભાઈ આડતિયા, વીરેનભાઈ શાહ, નવનીતભાઈ શાહ, રાજુભાઈ પરમાર, અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહેલા દાતા શ્રી ભારતીબેન ઠાકોર, શ્રી મહેશભાઈ રાજપોપટ, દીપલ રૂપારેલિયા, પ્રવીણભાઈ જોશી સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસીની સુવિધા મળવાથી સંસ્થાના અતિ ગંભીર વિકલાંગ બાળકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર દ્વારા દાતાશ્રી કિશોરભાઈ વાઢિયા, યતીનભાઈ કારીયા તથા ગીરીશભાઈ કોટેચાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ તકે પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાએ જણાવ્યું કે બાળકોની ખુશી એ જ તેમની સાચી ખુશી છે. તેમણે સાંત્વન વિકલાંગ ટ્રસ્ટ દ્વારા થતી નિસ્વાર્થ સેવાને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ સંસ્થાને શકય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.(તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
