News of Monday, 14th September 2026
વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાનો શુભારંભ
શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન અર્ચના : કાલે પાળીયાદના પૂ. નિર્મળબાના હસ્તે ધ્વજારોહણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૪ : સૌરાષ્ટ્રની લોકસંસ્કળતિ, પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ કેવડા ત્રીજ થી છઠ્ઠ સુધી એટલે કે તા. ૧૪ થી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં લોકનળત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કળતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે સવારે ૦૯:૩૦ કલાકે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અર્ચન અને જલાભિષેક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે ૧૦:૩૦ કલાકે દીપ પ્રાગટય કરી પશુ મેળો અને પ્રદર્શન, માહિતી પ્રદર્શન, ગ્રામ્ય રમતોત્સવ તથા પારંપરિક ગ્રામીણ સ્પર્ધાઓનું ઉદ્ધાટન કરવામાં આવશે. તરણેતર ગ્રામ પંચાયત દ્વારા રાત્રે ૦૯:૩૦ કલાકે મેળાના સ્ટેજ પર વિવિધ રાવટીના ભક્તજનોની સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
ભાદરવા સુદ ચોથ (ગણેશ ચતુર્થી) તા. ૧૫ સપ્ટેમ્બરના રોજ સવારે ૦૯:૩૦ કલાકે સાંસ્કળતિક સ્પર્ધાઓ યોજાશે. આ દિવસે પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર પૂ. નિર્મળાબા ઉનડબાપુના હસ્તે ધ્વજારોહણ થશે. આ દિવસે રાત્રે ૦૯:૦૦ કલાકે મેળાના સ્ટેજ પર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાતના લોકકલાકારોને માણવાનો અનેરો અવસર પૂરો પાડશે.
ભાદરવા સુદ પાંચમ (ઋષિ પંચમી) તા. ૧૬ સપ્ટેમ્બરના રોજ સવારે ૦૬:૩૦ કલાકે મહંત દ્વારા મંદિરના કુંડમાં ગંગાજી અવતરણ આરતી અને પૂજન કરવામાં આવશે. સવારે ૦૮:૩૦ કલાકે લખતર સ્ટેટ ઝાલા યશપાલસિંહ દિવ્યરાજસિંહજીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. મેળાના મેદાનમાં રસ્સા ખેંચ અને કુસ્તી જેવી ગ્રામીણ ઑલિમ્પિક હરિફાઇઓ તથા લોક સાંસ્કળતિક કાર્યક્રમો યોજાશે. મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હૂડાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાના સ્ટેજ પર રાસ-ગરબા, દોહા, છત્રી હરીફાઈ, વેશભૂષા હરીફાઈ અને પાવા હરીફાઈ યોજાશે તથા વિજેતાઓને ઈનામ વિતરણ અને ગંગા આરતી કરવામાં આવશે. રાત્રે ૦૯:૩૦ કલાકે મેળાના સ્ટેજ પર ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ભાદરવા સુદ છઠ્ઠ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૦૭:૦૦ કલાકે ગંગા વિદાય આરતી યોજાશે. ત્યારબાદ બપોરે ૧૨:૦૦ કલાકે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ થયા બાદ તરણેતર લોકમેળા-૨૦૨૬ની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
પુરાતન પાંચાળની સોડમને ઉજાગર કરતા આ મેળામાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ મતી રંજનબેન ભુસડીયા, ધારાસભ્ય સર્વ શામજીભાઈ ચૌહાણ, કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા, પી. કે. પરમાર સહિતના મહાનુભાવો અને પદાધિકારીઓ સહભાગી બનશે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
