<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ભેસાણમાં એક ઇંચ વરસાદ અને વિસાવદરમાં દોઢ ઇંચ અને જૂનાગઢમાં ધીમીધારે વરસાદ

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ: જૂનાગઢ જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ :  હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે, બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડીસાંજે ભેસાણમાં એક ઇંચ વરસાદ અને વિસાવદરમાં દોઢ ઇંચ અને જૂનાગઢમાં અત્યારે ધીમીધારે વરસાદ શરૂ થયો છે

(11:16 PM IST)