<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

ભેંસો માટે ખડ વાઢતી વખતે બનાવઃ કુતીયાણાના ઉભીધારમાં

સર્પદંશથી ૧૮ વર્ષના યુવાન જયદિપનું મૃત્‍યુ

રાજકોટ તા. ૨૮: સાપ અને ઝેરી જીવજંતુ કરડી જવાના બનાવ અવાર-નવાર બનતાં હોય છે. આવા વધુ એક બનાવમાં એક પરિવારના યુવાન દિકરાનો જીવ ગયો છે. પોરબંદરના કુતિયાણા તાબેના ઉભીધાર ગામે રહેતાં જયદિપ પરબતભાઇ નાંદા (ઉ.વ.૧૮) નામના યુવાનને ૨૪મી એ સાંજે પાંચેક વાગ્‍યે તે વાડી વિસ્‍તારમાં હતો ત્‍યારે સાપે દંશ મારી દેતાં ઉપલેટા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુતિયાણા પોલીસને કરી હતી. મૃત્‍યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. પિતાએ ભાગીયું રાખ્‍યું હોઇ તે વાડીએ ભેંસો માટે ખડ વાઢતો હતો ત્‍યારે પગમાં સાપે દંશ દીધો હોવાનું સગાએ જણાવ્‍યું હતું.

(10:52 AM IST)