<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

લાલપુરમાં નિવૃત વૃધ્‍ધાની હત્‍યા કરી લૂટ ચલાવનાર મીઠાપુરના વાઘેર યુવાન સહિત બે ઝડપાયા

જામનગર તા.૧૭ : લાલપુર ટાઉન વિસ્‍તારમાં રહેતા અને નિવળત જીવન ગાળતા મનસુખભાઈ રામજીભાઈ વાછાણી પટેલ ઉ.વ.૬૬ રહે.પારેખબાગ રોડ લાલપુરવાળાઓ   એકલા રહેતા હોય માથાના ભાગે કોઈ વસ્‍તુ કે હથિયાર વડે આડેધડ જીવલેણ ઘા મારી મનસુખભાઈનુ મોત નીપજાવી ખુન કરેલ અને તેઓના ઘરે પડેલ રોકડ રકમ તથા ચાંદીની લુંટ કરી આરોપીઓ નાસી છુટેલ હોય જે અંગે

આરોપીઓને તાત્‍કાલિક પકડી પાડવા શ્રી નાયબ પોલીસ મહાનિરીક્ષક   નિર્ભિપ્ત રાયેએ તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ મોહન સૈની સુચના કરેલ હોય જે અનવ્‍યે  લાલપુર વિભાગ નાઓએ  માર્ગદર્શન આપેલ હોય જે અનવ્‍યે લાલપુર પોલીસ સ્‍ટેશનના I/C પોલીસ ઇન્‍સપેક્‍ટર એસ.પી.ગોહિલ  તથા I/C પોલીસ ઇન્‍સપેક્‍ટર એ.જી.જાડેજા  તથા લાલપુર પોલીસ સ્‍ટાફના અલગ-અલગ ટીમો બનાવી તથા એલ.સી.બી. શાખાની જરૂરી ટેકનીકલ મદદ મેળવી તે હ્યુમન તથા ટેકનીકલ સોર્સના આઘારે પોલીસ સ્‍ટાફના પોલીસ કોન્‍સ. પ્રવીણભાઈ કરશનભાઇ બૈડીયાવદરા તથા દિવવ્‍યેશભાઇ રાજશીભાઈ ભીંભા નાઓને  બાતમી આધારે તથા રેલ્‍વે પોલીસ (પુના મહારાષ્‍ટ્ર રાજય)ની મદદથી આરોપી અઠાયભાઈ અરવિંદભાઈ મોયડા   હિન્‍દુ(વાઘેર) ઉ.વ.૨પ ધંધોહોટલમાં વૈઇટર રહે મીઠાપુર આંખની હોસ્‍પીટલ પારસે બક્ષીપંચ સોસાયટી મીઠાપુર તા.ઓખા મંડળ જી.દેવભુમી દ્વારકાવાળા ને પછડી પાડી આરોપી પાસેથી તપાસ દરમ્‍યાન કુલ રોકડ રૂપીયા૯૮૬૮૩/- તથા ચાંદીના ચોસા નંગ-૦૯ જેનુ વજન ૪,૯૯૯ ગ્રામ જેની કિ.રૂ.૧૦,૪૮,૩૨૦/- ના મળી તેમજ અન્‍ય ચીજ વસ્‍તુ મળી કુલ મુદ્દામાલ રૂ.૧૧,૪૯,૫૦૩/-નો મુદ્દામાલ કબબ્‍જે કરવામાં આવેલ છે તેમજ મજકુર આરોપીએ આ કામે કા.સ.ઠી. જેની ઉ.વ.૧૬ વર્ષ ૦૯ માસ વાળી સાથે મળીને ગુન્‍હામાં પુર્વ આયોજીત કાવતરૂ રચીને આ કામે મરણજનારની એક્‍લતાનો લાભ ઉઠાવી ગુન્‍હો આચરેલ હોય જેઓને અટક કરીI/C  પોલીસ ઇન્‍સપેક્‍ટર  એ.જી.જાડેજા  એ  વધુ તપાસ હાથ ધરેલ છે.

ઉપસેકત કામગીરી બાલપુર પોલીસ સ્‍ટેશનના I/C પોલીસ ઈ-સ્‍પેક્‍ટર   એ.જી. જાડેજા તથા  એસ.પી.ગોહિલ  તથા એ.એસ.આઈ. દિલીપસિંહ થી.ગોહિલ તથા પો.કોન્‍સ પ્રવિણભાઈ કરશનભાઈ બૈડીયાવદરા તથા પો.કોન્‍સ દિવોશભાઈ રાજશીભાઈ ભીંભા તથા સંદીપભાઈ રામભાઇ હુણ તથા રવિભાઈ જેસાભાઈ આંબલીયા તથા ડ્રા.પો.કોન્‍સ. અર્જુનસિંહ મહેન્‍દ્રસિંહ વાળા તથા દિગ્‍વિજયસિંહ કલુભા જાડેજા તથા જી.આર.ડી. આશીષગીરી ગોસાઈ દ્વારા કરવામાં આવેલ છે.

(11:51 AM IST)