News of Thursday, 17th September 2026
નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં ભારતને નવી દિશા મળી, સમસ્ત ભારત ગૌરવ લે તેવી કામગીરી કરી : પૂ.ઈન્દ્રભારતીબાપુ: જુઓ વિડિયો
વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે પૂ. ઇન્દ્રભારતી બાપુએ પાઠવી શુભેચ્છા : તંદુરસ્ત રહે તે માટે શિવજીને ગિરનાર સાધુ સમાજ વતી પ્રાર્થના

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૭ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે જુનાગઢના પૂ.ઈન્દ્રભારતીબાપુએ જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી છે.
તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં ભારતને નવી દિશા મળી છે. તેમની કામગીરીથી આજે વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધ્યું છે અને અનેક દેશોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સન્માન કરીને તેમની કામગીરીને બિરદાવી છે. સમસ્ત ભારત ગૌરવ લે તેવી નરેન્દ્રભાઈ મોદીએ કામગીરી કરી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તંદુરસ્ત રહે તે માટે તેઓ ભગવાન શિવજી પાસે પ્રાર્થના કરે છે અને હજુ પણ ભારતની ગાદી ઉપર લાંબા સમય સુધી શાસન કરે તેવી ગિરનાર સાધુ સમાજ વતી પ્રાર્થના કરી હતી.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
