News of Sunday, 1st November 2026
ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ કરી દસમા વર્ષમાં ધમાકેદાર પ્રવેશ
ચાર્ટર ડે તેમજ લોકોને માટે પ્રેરણાદાયી એવા દિવાળી પ્રોજેક્ટ કરવામાં આવ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના મોરબી શહેરમાં સફળતાપૂર્વક નવ વર્ષ પુરા કરી દસમા વર્ષમાં ધમાકેદાર પ્રવેશ સાથે ચાર્ટર ડે તેમજ લોકોને માટે પ્રેરણાદાયી એવા દિવાળી પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા
29/ 10 /2017 ના રોજ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની મોરબી શહેરમાં સ્થાપના થયેલી. આ સાથે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ કાર્યક્રમો તેમજ આજુબાજુના વિસ્તાર તેમજ શહેરમાં અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરી શહેરમાં સદાય અગ્રેસર રહેનાર એવી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા તેમના ચાર્ટર ડેની ઉજવણી કરવામાં આવી. આ સાથે જ 8 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસે શરૂ કરાયેલ ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સ પૂરો થતાં આ કોર્સનો લાભ લેનાર તમામ બાળકોને સુજતન કોમ્પ્યુટર સેન્ટરના સંચાલિકા હીનાબેન પરમાર તરફથી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ મોરબી શહેરમાં રવાપર રોડ ખાતે આવેલ ઓન્લી એન એક્સ શોરૂમના સહયોગથી આ તમામ બાળકોને નવી બ્રાન્ડેડ કુર્તીઓ દિવાળીની ભેટ રૂપે સંસ્થાના વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરાની પ્રેરણાથી આપવામાં આવી હતી.
સ્વદેશી તેમજ રાષ્ટ્રવાદને ભરેલી એવી આ સંસ્થા દ્વારા વોકલ ફોર લોકલ ના સ્લોગનને અનુસરીને શહેરના કારીગરો પાસે થી જ દિવાળી માટેની વસ્તુઓ ખરીદે તે ઉદેશથી આપણી ભારત ભૂમિની માટીમાંથી બનેલા માટીના કોડિયાઓના પેકેટનું વિતરણ મોરબી સિવિલ હોસ્પિટલ પાસે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ દિવાળીનો તહેવાર ચાઈનીઝ વસ્તુઓ વાપરીને નહીં પરંતુ આપણા ભારતના જ આવા હુનર ધરાવતા કારીગરો પાસેથી વસ્તુઓ લઈ આપણી તેમજ તેમની પણ દિવાળી પ્રકાશમય બનાવે તે હતો. ભારત દેશના પૈસા ભારત દેશમાં જ વપરાય તે એકમાત્ર ઉપદેશથી ઇન્ડિયન લાયન્સ ક્લબની સ્થાપના કરવામાં આવી હતી અને એ જ વિચાર દરેક તહેવારોની ઉજવણી વખતે મોરબી શહેરની જનતા જાગૃતપણે રાખે તેવો સંદેશો ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા આપવામાં આવ્યો હતો
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
