તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
હવામાન ક્ષેત્રે ભારતનો ડંકોઃ વિદેશી વેબસાઈટો પર નિર્ભરતાનો અંત લાવતા ‘ગુજરાત વેધરમેન'અંકિત પટેલ
સમગ્ર ભારતનું પ્રથમ અને એકમાત્ર પ્રાઇવેટઃ ‘MJO મોનિટરિંગ અને ફોરકાસ્ટ પેજ' લોન્ચઃ વૈશ્વિક સ્તરે ટક્કર આપતી ગુજરાતી યુવાનની અદભૂત સિદ્ધિ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૨૦: ગુજરાત અને દેશના હવામાન વિજ્ઞાનના ક્ષેત્રમાં આજે એક નવો ઈતિહાસ રચાયો છે. અત્યાર સુધી જે હવામાન પૂર્વાનુમાન અને મોનિટરિંગ માટે આપણે હંમેશા અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે યુરોપની વિદેશી વેબસાઈટો અને સંદર્ભો પર નિર્ભર રહેવું પડતું હતું, તે નિર્ભરતાનો અંત લાવવા માટે એક ગુજરાતી યુવાને કમર કસી છે. સોશિયલ મીડિયામાં ‘'ગુજરાત વેધરમેન' તરીકે જાણીતા અંકિત પટેલે દેશનું પ્રથમ અને એકમાત્ર પ્રાઇવેટ MJO (MaddenÕþJulian Oscillation) Monitoring & Forecast પેજ સફળતાપૂર્વક લોન્ચ કરીને ભારતનું ગૌરવ વધાર્યું છે.
અંકિત પટેલે તેમની ઓફિશિયલ વેબસાઈટ gujaratweatherman.com/mjo_monitoring/ પર આ વિશેષ પેજ પબ્લિક માટે ઉપલબ્ધ કરાવ્યું છે. આ પેજ વિશ્વભરમાં MJO મોનિટરિંગ માટે સૌથી માન્ય અને પ્રચલિત એવી Wheeler-Hendon (૨૦૦૪) પ્રણાલી પર આધારિત RMM (Real-time Multivariate MJO) સૂચકાંકનો ઉપયોગ કરે છે. હાલમાં વૈશ્વિક સ્તરે ગણતરીની માત્ર ૩ થી ૪ સંસ્થાઓ જ આ પ્રકારનું MJO ફોરકાસ્ટ પેજ પ્રદાન કરે છે, જેમાં અમેરિકાની NOAA/CPC, ઓસ્ટ્રેલિયાની BOM, યુરોપની ECMWF અને જાપાનની JMA સામેલ છે. હવે આ પ્રતિષ્ઠિત યાદીમાં ભારત તરફથી ગુજરાત વેધરમેનનું નામ પણ ગર્વભેર જોડાઈ ગયું છે.
આ ઐતિહાસિક પ્રસ્તુતિ પાછળ અંકિત પટેલની વર્ષોની મહેનત, વાતાવરણપ્રસામુદ્રીક વિજ્ઞાન પ્રત્યેનો અપાર પ્રેમ અને આધુનિક ટેકનોલોજીની અખૂટ ધગશ રહેલી છે. આ સફળતા વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, વર્ષો પહેલા જ્યારે હું વિદેશી વેબસાઈટો જોતો ત્યારે મનમાં પ્રશ્ન થતો કે ભારત પાસે પોતાની આવી સિસ્ટમ કેમ ન હોઈ શકે? આજે બા-દાદા, મમ્મી, માસી, બહેન અને મારી જીવનસંગિનીના સાથપ્રસહકારથી આ સપનું સાકાર થયું છે.ૅ
હાલમાં આ પેજ ECMWF IFS મોડેલના ફોરકાસ્ટ આધારિત ડેટા દર્શાવે છે, જેમાં આગામી સમયમાં અન્ય વૈશ્વિક મોડેલ્સનો પણ સમાવેશ કરવામાં આવશે. આ પેજ હવામાનમાં રસ ધરાવતા સામાન્ય નાગરિકો, ખેડૂતો, સ્થાનિક આગાહીકારો તેમજ રિસર્ચ કરતા વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
અંકિત પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આ તો માત્ર શરૂઆત છે. ભવિષ્યમાં જો ઈશ્વરની કળપા અને મહેનત ફળશે તો ભારતનું પોતાનું જ ફોરકાસ્ટ મોડેલ અને પોતાની જ પદ્ધતિ વિકસાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વેધર અપડેટ માટે ભારતે વિદેશી સંસ્થાઓ તરફ નજર ન કરવી પડે. આ આધુનિક અને માહિતીસભર પેજ તમામ વૈશ્વિક સંસ્થાઓ કરતાં પણ વિશેષ પ્રસ્તુતિ અને સરળ ટેકનોલોજી સાથે ઉપલબ્ધ કરાવવા બદલ અંકિત પટેલ (Gujarat Weatherman) પર સમગ્ર ગુજરાત અને દેશમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.(૨૩.૧૨)
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
