હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ક્રાંતિકારી સંત મુક્તાનંદ બાપુની પહેલઃ ચાપરડાની જય અંબે હોસ્પિટલમાં તમામ સુવિધા નિઃશુલ્ક
અવતરણ દિવસ નિમિત્તે સંતશ્રીની જાહેરાતઃ ICU, સર્જરી, લેબ ટેસ્ટ, દવા અને ભોજન સુધીની તમામ સારવાર ફ્રીઃ દર્દીઓની લાંબી કતારો, મહિને કરોડોની રાહત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૦: સૌરાષ્ટ્રની ખ્યાતનામ જય અંબે હોસ્પિટલ, ચાપરડા(જુનાગઢ)માં સારવાર માટે આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ જાહેરાત કરવામાં આવી છે. અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ અને સુરેવ ધામ આશ્રમ, વિસાવદરના મહંત સંત શ્રી મુક્તાનંદ બાપુ દ્વારા હોસ્પિટલમાં મળતી તમામ સુવિધાઓ આજથી તદ્દન નિઃશુલ્ક જાહેર કરવામાં આવી છે.
ગત તા. ૧૭ મે ના રોજ પૂજ્ય મુક્તાનંદ બાપુનો અવતરણ દિવસ હતો. જેના અનુસંધાને છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર ગુજરાતમાં બ્લડ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, સમૂહ લગ્ન સહિતની માનવસેવાની પ્રવળત્તિઓ યોજાઈ રહી હતી. અવતરણ દિવસે બાપુ દ્વારા જૂનાગઢ, જામનગર અને ગીર સોમનાથ જિલ્લામાં શારીરિક વિકલાંગ અને જરૂરિયાતમંદ ૪,૦૦૦થી વધુ લોકો માટે ઘરબેઠા બે ટાઈમ ગરમ ભોજનની ટિફિન સેવા પણ શરૂ કરવામાં આવી છે.
જય અંબે હોસ્પિટલમાં અગાઉ વ્યાજબી દરે સારવાર અપાતી હતી. હવે બાપુની જાહેરાત બાદ ICU, આંખ વિભાગ, જનરલ સર્જરી, લેબોરેટરી, સોનોગ્રાફી, એક્સ-રે રિપોર્ટ, સ્ટાન્ડર્ડ કંપનીની દવા સહિતની તમામ સુવિધાઓ દર્દીઓને નિઃશુલ્ક મળશે. સાથે જ દર્દી તથા તેમના સગાને સવાર-સાંજ ભોજન પણ આપવામાં આવશે. આ સેવાનો અમલ આજે ૧૮ મી મેથી શરૂ કરી દેવામાં આવ્યો છે.
આ પ્રસંગે પૂજ્ય મુક્તાનંદ બાપુએ જણાવ્યું કે, માનવ જીવન ખૂબ અમૂલ્ય છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના બુઝુર્ગો, બાળકો,સ્ત્રીઓ પૈસાના અભાવે દર્દ સહન ન કરે કે સારવાર વિહોણા ન રહે એ માટે આ નિર્ણય લીધો છે. સંતની ભૂમિકા ઈશ્વર પ્રત્યેનો લગાવ રાખવાની સાથે માનવ કલ્યાણના પ્રયત્નો કરવાની પણ છે.
જાહેરાત બાદ આજે વહેલી સવારથી જ વિસાવદર તથા જૂનાગઢ પંથકના દર્દીઓ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને લાંબી કતારો જોવા મળી હતી. આ ફ્રી સેવાથી આ વિસ્તારના દર્દીઓને મહિને કરોડો રૂપિયાની રાહત થશે. બાપુની આ સેવાની સમગ્ર સૌરાષ્ટ્રમાં સરાહના થઈ રહી છે. (તસ્વીરઃ મુકેશ વાધેલા, જુનાગઢ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
