તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
ભાવનગરમાં ભાઈની હત્યાનો બદલો લેવા માટે રચાયેલા પ્લાનમાં નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો
ભૂતેશ્વર ગામે પિયુષ કંટારીયા નામના યુવકની હત્યા કરાઈ હતી આ હત્યાનો બદલો લેવા માટે પિયુષના ભાઈ હસમુખ કંટારીયાએ કાવતરું ઘડ્યું હતું.

ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતા બે અલગ-અલગ હત્યાના બનાવો સામે આવ્યા છે. આ ઘટનાઓમાં સૌથી ચોંકાવનારો કિસ્સો “ખૂન કા બદલા ખૂન”ની ફિલ્મ જેવી સ્ક્રિપ્ટનો સામે આવ્યો છે, જ્યાં ભાઈની હત્યાનો બદલો લેવા માટે રચાયેલા પ્લાનમાં એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાઈ ગયો છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, આશરે એક વર્ષ પહેલા ભૂતેશ્વર ગામે પિયુષ કંટારીયા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો બદલો લેવા માટે પિયુષના ભાઈ હસમુખ કંટારીયાએ કાવતરું ઘડ્યું હતું. તેનો અસલી ટાર્ગેટ જામીન પર બહાર આવેલો સુનિલ કંટારીયા હતો. જેલમાંથી સિવિલ હોસ્પિટલે આવેલા મિત્રની મુલાકાત લઈને પરત ફરી રહેલા હાર્દિક કંટારીયા અને તેના મિત્રો પર હુમલો કરવાનું નક્કી કરાયું હતું.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
