<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

પોરબંદર સાંદીપનિના શ્રી હરિ મંદિર ખાતે "પૂ. ભાઈશ્રી" રમેશભાઈ ઓઝાની પ્રેરણા-માર્ગદર્શનથી પ્રત્યેક રવિવારે ધર્મસભાનું આયોજન

કાલે સાંજે 5:30 થી 6:30 કલાક સુધી સત્સંગ યોજાશે : વક્તા સાંદીપનિના ભૂતપૂર્વ છાત્ર-ભાગવત કથાકાર પ્રકાશભાઈ જોશી સત્સંગ અને આધ્યાત્મિક પ્રવચન આપશે

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૨ :              પોરબંદર સાંદીપનિના શ્રી હરિ મંદિર ખાતે "પૂ. ભાઈશ્રી" શ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણા અને માર્ગદર્શનથી પ્રત્યેક રવિવારે ધર્મસભાનું આયોજન કરવામાં આવશે. 

                શ્રી હરિ મંદિરના દર્શનાર્થે આવતા શ્રી હરિ ભક્તોને સત્સંગનો લાભ મળે એ હેતુથી શ્રી હરિ મંદિર પરિસર સ્થિત શ્રી હરિની બગીચામાં પ્રત્યેક રવિવારે ધર્મસભાનું આયોજન થશે. જેમાં સાંદીપનિ સંસ્કૃત પાઠશાળાના ભૂતપૂર્વ છાત્ર તેમજ કથાકાર ઋષિઓ અને વર્તમાન છાત્રો દ્વારા શ્રીમદ્ ભાગવત અને રામાયણ જેવા ગ્રંથોને લઈને સંકીર્તન સાથે સત્સંગ કરાવવામાં આવશે 

             આ રવિવારે તારીખ 13/09/2026, સમય સાંજે 5:30 થી 6:30 કલાક સુધી સત્સંગ યોજાશે. જેમાં

વક્તા તરીકે સાંદીપનિના ભૂતપૂર્વ છાત્ર  પ્રકાશભાઈ જોશી

(ભાગવત કથાકાર) દ્વારા સત્સંગ અને આધ્યાત્મિક પ્રવચન આપવામાં આવશે. 

પોરબંદર તેમજ આસપાસ ગામના આપ સૌ ભાવિક ભક્તજનોને પાવન ધર્મસભામાં ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવવા માટે જાહેર નિમંત્રણ છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(12:17 PM IST)