<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

હળવદ ભાજપના પાયાના પથ્‍થર બિપીનભાઇ દવેની પ્રેરણાદાયી પહેલઃ જન્‍મદિને અંગદાનનો સંકલ્‍પ

૭૧માં જન્‍મદિને સેવાભાવી બિપીનભાઇ દવે એ સમાજને આપ્‍યો માનવતાનો સંદેશ

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૧૬: હળવદના વતની, ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્‍થર અને સેવાભાવી વ્‍યક્‍તિત્‍વ ધરાવતા બીપીનચંદ્રભાઈ પ્રમોદરાય દવેએ પોતાના ૭૧મા જન્‍મદિવસ નિમિત્તે અંગદાનનો સંકલ્‍પ લઈને જન્‍મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્‍યો છે. તેમના આ નિર્ણયથી સમાજમાં અંગદાન ઙ્કત્‍યે જાગળતિ વધશે અને અન્‍ય લોકો પણ આ માનવતાભર્યા કાર્ય માટે આગળ આવશે તેવી આશા વ્‍યક્‍ત થઈ રહી છે. બીપીનભાઈ દવેએ અંગદાનના સંકલ્‍પ દ્વારા માનવજીવનના મહત્ત્વને ઉજાગર કરતાં જણાવ્‍યું છે કે, માનવજીવનમાં સમાજ માટે કંઈક ઉપયોગી બનવું એ જ સાચી સેવા છે. અંગદાન દ્વારા મળત્‍યુ બાદ પણ જરૂરિયાતમંદ વ્‍યક્‍તિઓને નવું જીવન જીવવાની તક મળી શકે છે. આથી અંગદાન એ માનવતાની સર્વોચ્‍ચ ભાવનાનું પ્રતીક છે.

બીપીનભાઈ દવે સુરેન્‍દ્રનગર અને મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, કચ્‍છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી તેમજ એસ.ટી. નિગમના પૂર્વ ડિરેક્‍ટર તરીકે સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂકયા છે. હળવદ તાલુકાથી લઈને પ્રદેશ સ્‍તર સુધી સંગઠનની અનેક જવાબદારીઓ સંભાળીને તેમણે અનેક કાર્યકર્તાઓનું ઘડતર કર્યું છે અને સંગઠનને મજબૂત બનાવવામાં યોગદાન આપ્‍યું છે.

બાળપણથી જ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સ્‍વયંસેવક તરીકે જોડાયેલા હતા .  તેમનું સમગ્ર જીવન સંગઠન, સેવા અને સમાજ પ્રત્‍યેની પ્રતિબદ્ધતાથી જોડાયેલું રહ્યું છે.

તેમના સૌમ્‍ય સ્‍વભાવ, સરળ વ્‍યક્‍તિત્‍વ અને કોઈપણ જરૂરિયાતમંદ વ્‍યક્‍તિને મદદરૂપ થવાની ભાવનાને કારણે તેમણે હજારો કાર્યકર્તાઓ અને સમાજના લોકોના હૃદયમાં આગવું સ્‍થાન મેળવ્‍યું છે. યુવાનીકાળથી જ અનેક વખત રક્‍તદાન કરીને તેમણે માનવસેવામાં યોગદાન આપ્‍યું છે. મોરબીની હોનારતથી લઈને ભૂકંપ જેવી આપત્તિઓ દરમિયાન રાહત કેમ્‍પ શરૂ કરીને અસરગ્રસ્‍ત અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરી હતી. આ ઉપરાંત, બિનવારસી મળતદેહોની અંતિમવિધિ જેવા સંવેદનશીલ અને માનવતાભર્યા કાર્યોમાં પણ તેમણે પોતાની જવાબદારી નિભાવી છે.

આમ, જીવનભર સમાજસેવા અને માનવકલ્‍યાણને પ્રાધાન્‍ય આપનાર બીપીનભાઈ દવેએ પોતાના ૭૧મા જન્‍મદિવસે અંગદાનનો સંકલ્‍પ કરીને જન્‍મદિવસની ઉજવણીને નવો અર્થ આપ્‍યો છે. તેમની આ પહેલ માત્ર જન્‍મદિવસની ઉજવણી નથી, પરંતુ સમાજને જીવનદાન, માનવતા અને સેવાભાવનાનો સંદેશ આપતું પ્રેરણાદાયી ઉદાહરણ છે.

બીપીનભાઈ દવેના આ સેવાભાવી સંકલ્‍પને આવકારીને હળવદ સહિત વિવિધ વિસ્‍તારોમાંથી રાજકીય, સામાજિક અને સેવાકીય ક્ષેત્રના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તથા શુભેચ્‍છકો દ્વારા તેમના મોબાઇલ નંબર ૯૮૨૫૫૨૧૨૩૯ પર જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

(1:17 PM IST)