News of Wednesday, 8th July 2026
મોરબીના ઉદ્યોગપતિની કોરોના સારવારનો વીમા કંપનીએ કલેઈમ મંજુર ના કર્યો, ગ્રાહક અદાલતે ન્યાય અપાવ્યો.
રૂ. ૭.૯૬ લાખનો વીમો ખર્ચ સાથે ચુકવવા વીમા કંપનીને આદેશ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના ઉધોગપતિને કોરોના મહામારીને પગલે રાજકોટ અને બાદમાં ચેન્નાઈ સારવાર માટે ખસેડ્યા હતા અને વીમા કંપનીએ કલેઈમ નામંજૂર કર્યો હતો જેથી મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના લાલજીભાઈ મહેતા દ્વારા અદાલતમાં કેસ દાખલ કરતા ગ્રાહક અદાલતે રૂ ૭.૯૬ લાખની રકમ વ્યાજ અને ખર્ચ સાથે ચુકવવા આદેશ કર્યો છે.
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ કોરોના મહામારીમાં મોરબીના ઉદ્યોગપતિ ભાર્ગવભાઈ જમનાદાસભાઈ ફળદુને કોરોના થતા રાજકોટની શેલસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા અને બાદમાં એરબસ દ્વારા ચેન્નાઈ લઇ જવામાં આવ્યા હતા ભાર્ગવભાઈએ વીમા કંપનીને બીલ સાથે જાણ કરતા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સએ એવા કારણોસર ના પાડી કે પોલીસીમાં એરબસનો ઉપયોગ ના થઇ સકે વળી ડોક્ટરનો અભિપ્રાય નથી માટે વીમો રૂ ૨.૦૩ લાખનો મળે અને વીમા કંપનીએ ના પાડી હતી પરંતુ ગ્રાહકને વધારે નુકશાન થતા મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ કર્યો હતો.
ગ્રાહક અદાલતે જણાવ્યું કે ગ્રાહકે વિમાને રેગ્યુલર વર્ષોથી પ્રીમીયમ ભર્યું છે જયારે જીવનું જોખમ હોય તાય્રે દર્દીના જીવનો સવાલ છે વીમા કંપનીએ એરબસનો ઉપયોગ કરવો હોય તો પોલીસી કરાર મુજબ એડીશનલ પ્રીમીયમ ભરવું જોઈએ તે ભરેલ નથી જેથી વીમો મળે નહી જેથી ગ્રાહક અદાલતના ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે ગ્રાહકે વીમો ભર્યો છે અને જો પોલીસી રૂ ૧૦ લાખની છે માટે તેની પોલીસી પ્રમાણે ઘટતા રૂ ૭,૯૬,૯૫૬ અને પાંચ હજાર ખર્ચના બે માસમાં ચૂકવી આપવા જો સમય મર્યાદામાં નહિ ચુકવવામાં આવે તો ૯ ટકા લેખે ચુકવવા પડશે તેવો હુકમ કર્યો છે
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
