હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th May 2026
જૂનાગઢ ભાજપમાં આંતરિક વિખવાદ ફરી સપાટી પર આવ્યો: ધારાસભ્યના 'લોક સંવાદ' કાર્યક્રમમાં નગરસેવકો જ ગેરહાજર
મહાનગરપાલિકાના અણઘડ વહીવટ, બિસ્માર રસ્તા, ગટર અને પાણીની સમસ્યાઓથી ત્રસ્ત મહિલાઓ સહિતના સ્થાનિક લોકોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆતોનો મારો ચલાવ્યો

જૂનાગઢ ભાજપમાં ચાલતો આંતરિક વિખવાદ ફરી એકવાર જાહેરમાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાએ શહેરના અલગ-અલગ વોર્ડમાં પ્રજાની સમસ્યાઓ સાંભળવા માટે 'લોક સંવાદ' કાર્યક્રમ શરૂ કર્યો છે, પરંતુ આશ્ચર્યજનક રીતે તેમાં મનપાના એકપણ નગરસેવક કે ભાજપના પ્રમુખ સહિતના કોઈ હોદ્દેદારો ડોકાયા પણ નહોતા.
આ કાર્યક્રમ દરમિયાન મહાનગરપાલિકાના અણઘડ વહીવટ, બિસ્માર રસ્તા, ગટર અને પાણીની સમસ્યાઓથી ત્રસ્ત મહિલાઓ સહિતના સ્થાનિક લોકોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆતોનો મારો ચલાવ્યો હતો. હજુ બે દિવસ પહેલા જ મનપા કમિશનરને નબળા કામો અંગે રજૂઆત કરનાર ધારાસભ્યએ લોકોને તમામ પ્રશ્નોના નિરાકરણની ખાતરી તો આપી છે, પરંતુ સંગઠનની આ ગેરહાજરીથી જૂનાગઢ રાજકારણમાં પક્ષનો આંતરિક ડખો ચર્ચાનો વિષય બન્યો છે
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
