તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 29th June 2026
કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન છતર ગામે વસંધરા પેટ્રોલપંપના સંચાલક સાથે નશાની હાલતમા ઝપાઝપી કરનાર આરોપીને કાલાવડ ગ્રામ્ય પોલીસે દબોચી લીધો
આરોપી રણજીત ચૌહાણને મોટી માટલી ગામ બસ સ્ટેન્ડ ખાતેથી પોતાના હવાલાની થાર કાર સાથે પકડી પાડ્યો

જામનગર :પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) જામનગર નાઓએ જામનગર જીલ્લામાં અસામાજીક પ્રવૃતી ડામવા અસરકારક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદા જામ.ગ્રામ્ય વિભાગનાઓ માર્ગદર્શન તથા સુચના આપેલ
કાલાવડ તાલુકાના છતર ગામે વસુંધરા પેટ્રોલપંપ ખાતે પેટ્રોલપંપના સંચાલક સાથે નશાની હાલતમા બોલાચાલી અને ઝપાઝપી કરી એક શખ્સ નાશી ગયેલ હોય જેને પકડવા સારુ થાણા અધિકારી એન.વી.આંબલીયાનાઓની સુચના અને માર્ગદર્શનથી પો.હેડ કોન્સ જી.આર.ચાવડા તથા પો.કોન્સ કમલેશભાઇ ટોરીયાનાઓ તાત્કાલીક શખ્શને પકડવા સુચના કરતા મોટી માટલી ગામ બસ સ્ટેન્ડ ખાતેથી પોતાના હવાલાની થાર કાર સાથે પકડી પાડેલ તેમજ તેના વિરુધ્ધ મોટર વ્હીલ એક્ટ તેમજ પ્રોહીબીશન ધારા મુજબ કાર્યવાહી કરવામા આવેલ તેમજ થાર કાર જેના રજી.GJ-10-EC-6004 વાળી MV ACT 207 મુજબ ડીટેઇન કરવામા આવેલ તેમજ પેટ્રોલપંપના સંચાલક અરજદારની અરજી અનુસંધાને મજકુર ઇસમ વિરુધ્ધ બી.એન.એસ.એસ કલમ ૧૭૦ મુજબની કાર્યવાહી હાથ ધરવા તજવીજ કરવામા આવેલ છે
આ કામગીરી કરનાર ટીમના અધિકારી/કર્મચારીઓ માં પીઆઇ એન.વી.આંબલીયા તથા A.S.I. પી.એસ.ઠાકુર તથા H.C. જી.આર.ચાવડા તથા P.C કમલેશભાઇ ટોરીયાનાઓએ કરેલ છે
આરોપી રણજીત રામસંગ ચૌહાણ (ઉ.વ.૨૧ ) ધંધો. મજુરી (રહે. મોટી માટલી ગામ તા.કાલાવડ) ની ધરપકડ કરાઈ છે
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
