તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
દિવમાં જેતપુરના નિતાંત સરધારાનો કારમાંથી મૃતદેહ મળતા મોતના કારણની તપાસ
જેતપુરથી દિવ શા માટે આવ્યો હતો? તેની સાથે અન્ય કોઇ હતુ? સહિતની દિશામાં તપાસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૨૧: દીવના બંદર ચોક વિસ્તારમાં આવેલી રિલેક્સ ઇન હોટેલના પાર્કિંગમાં લાંબા સમયથી એક કાર પાર્ક કરેલી હાલતમાં પડી હતી. વાહન લાંબા સમયથી પડ્યું હોવાથી હોટેલના સિકયુરિટી કર્મચારીઓને શંકા ગઈ હતી અને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરતા, પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર ચેક કરતા તેમાં કોઈ અજાણ્યો યુવાન નજરે પડતા દરવાજા ખોલવાની કોશિષ કરી હતી પરંતુ દરવાજો લોક હોવાથી કાચ તોડીને અંદર જોતાં એક યુવાનનો મળતદેહ જોવા મળ્યો હતો,.
જેને બહાર કાઢી પોલીસે તપાસ કરતા મળતક યુવાનના ખિસ્સામાંથી એક પાકીટ મળી આવેલ જેમાં આધારકાર્ડ મળી આવતા મળતક યુવાન રાજકોટ જિલ્લાના જેતપુરનો વતની હોવાનું અને તેનું નામ નિતાંત રમેશભાઈ સરધારા હોવાનું ખુલ્યું હતું. પોલીસના મળતદેહના તપાસ દરમિયાન જ યુવકના મોબાઇલમાં તેના પિતાનો કોલ આવતા પોલીસે ઘટનાની જાણ કરતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. પરીવારજનો ભારે હૃદયે તાત્કાલિક દીવ પહોંચી ગયા હતા. પોલીસે પરિવારજનોની હાજરીમાં પંચનામા સહિતની કાયદેસર કાર્યવાહી કરી મળતદેહને પીએમ માટે ખસેડયો હતો.
મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે તેમ હાલ પોલીસ તરફથી જાણવા મળેલ હતું. નિતાંત જેતપુરથી દીવ શા માટે આવ્યો હતો? તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ હાજર હતી કે કેમ? અને કારમાં મળતદેહ કેટલા સમયથી પડ્યો હતો? તે તમામ દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
