તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
ખંભાળીયા ડિવીઝનમાં એએસપી તરીકે આઇપીએસ પ્રખરકુમારની નિમણુંક

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૯: દેવભુમી દ્વારકા જીલ્લામાં ખાલી પડેલી ડી.વાય.એસ.પી.ની જગ્યા પર એસ. પ્રખરકુમારની નિમણુંકનો હુકમ થયો છે.
ઝારખંડ રાજયના વતની તથા કોમ્પ્યુટર સાયન્સમાં ઇજનેર થયેલ પ્રખરકુમારે ૨૬/૮/૨૪થી ગુજરાતમાં પોલીસમાં એસ.પી.એસ. અધિકારી તરીકે નિમણુંક મેળવી હતી તથા ૨૦૨૫ અને ૨૬માં તેઓ રાજકોટ ગ્રામ્યમાં એ.એસ.પી. તરીકે ફરજ બજાવી ચુકયા છે.
દ્વારકા જીલ્લો સંવેદનશીલ હોય તથા અહીં ભૂતકાળમાં એસ.પી. સુનીલ જોશીના સમયમાં ખુબ જ ડ્રગ્સનો આંતરરાષ્ટ્રીય રેકેટનો ધંધો પોલીસે પકડયો હોય આઇ.પી. એસ. એસ.પી. જયરાજસિંહ વાળા હાલ ખુબ જ સારૂ કામ કરે છે. તેમની મદદે વધુ એક આઇ.પી.એસ. પ્રખરકુમારની નિયુકતી થઇ છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
