તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
મોરબીમાં આઈ.ટી.આઈ. કૉલેજ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમમાં સંસ્થાના ગાર્ડન, પાર્કિંગ તથા સમગ્ર પરિસરમાં સ્વચ્છતા ઝુંબેશ તેમજ તાલીમાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા પરિસરમાંથી કચરો એકત્રિત કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં આઈ.ટી.આઈ. કૉલેજ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તા.૨૬/૦૯/૨૦૨૬ના રોજ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઈન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ કમિટી ઓફ આઈ.ટી.આઈ. મોરબીના વાઇસ ચેરમેન અમિતભાઈ કાસુન્દ્રા, આચાર્ય નીતિન ચનિયારા, સંસ્થાના કર્મચારીઓ તથા ૨૧૦ જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં સંસ્થાના ગાર્ડન, પાર્કિંગ તથા સમગ્ર પરિસરમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તાલીમાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા પરિસરમાંથી કચરો એકત્રિત કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના પરિસરમાં ૨૦ જેટલા વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ બાદ રોપાઓના નિયમિત જતન અને સંવર્ધન માટે ઉપસ્થિત સૌએ સંકલ્પ લીધો હતો.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
