તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીની ધોળામાં પધરામણી : સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલના ટ્રસ્ટી બી.એલ. રાજપરાએ આશીર્વાદ લીધા
શંકરાચાર્યજીને "જિજ્ઞાસુ પિયુષ" પુસ્તક, શાલ, પુષ્પહાર અને હોસ્પિટલની માહિતી પુસ્તિકા અર્પણ કરાઈ : તદ્ન નિઃશુલ્ક આરોગ્ય સેવાઓની વિગતો જાણી શંકરાચાર્યજીએ પ્રસન્નતા વ્યક્ત કરી

ધોળા (ભાવનગર): ભાવનગર જિલ્લાના ધોળા ગામ મુકામે ૨૨ જુલાઈ ૨૦૨૬ના રોજ દ્વારકા શારદાપીઠ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની પધરામણી થઈ હતી. આ પ્રસંગે સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ- ટીંબી (જિ. ભાવનગર) ના સ્થાપક ટ્રસ્ટી બી.એલ. રાજપરાએ જગદગુરુ શંકરાચાર્યજીના દર્શનનો લાભ લઈને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
મુલાકાત દરમિયાન બી.એલ. રાજપરાએ શંકરાચાર્ય મહારાજ પરંપરાના સનાતન ધર્મધુરંધર સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ લિખિત "જિજ્ઞાસુ પિયુષ" પુસ્તક, શાલ, પુષ્પહાર તેમજ હોસ્પિટલની માહિતી પુસ્તિકા અર્પણ કરી હતી.
આ સાથે જ, શંકરાચાર્યજી મહારાજને સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા સ્થાપિત અને તદ્ન નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પ્રદાન કરતી હોસ્પિટલની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તબીબી ક્ષેત્રે ચાલતી આ નિઃશુલ્ક માનવસેવાની પ્રવૃત્તિઓ વિશે જાણીને શંકરાચાર્યજી મહારાજે ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
