તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
જગદીશભાઈ વિશ્વકર્માએ જામનગરમાં કિસાન મોરચાના ઉપપ્રમુખના નિવાસે મુલાકાત લીધીઃ સુરેશભાઇ વસરા સંચાલિત ગૌધન સારવાર કેન્દ્રની નિઃસ્વાર્થ પ્રવૃત્તિને બિરદાવીઃ ર૧૦૦ નોટબુક આપીને સ્વાગત

જામનગર-ધ્રોલઃ ગુજરાત પ્રદેશ ભાજપના ઙ્કમુખ જગદીશભાઇ વિヘકર્મા ગુરૂવારે જામનગરની મુલાકાતે આવ્યા હતાં. આ પ્રવાસ દરમિયાન તેમણે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી ખાસ સમય કાઢીને પ્રદેશ કિશાન મોરચાના ઉપપ્રમુખ અને સેવાભાવી માલધારી આગેવાન સુરેશભાઇ વસરાના નિવાસસ્થાન ‘ચિત્રકૂટ'ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે જનસંઘના વડીલ આગેવાનો દ્વારા પ્રદેશ પ્રમુખનું ૨૧૦૦ નોટબુક અર્પણ કરીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જે નોટબુકોનું આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓમાં વિતરણ કરવામાં આવશે. મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખે સુરેશભાઇ વસરા દ્વારા ચાલતી ગૌસેવાની પ્રવળત્તિઓની વિગતવાર માહિતી મેળવી હતી. સુરેશભાઇ વસરા કોઇપણ વ્યક્તિની આર્થિક મદદ વગર, પોતાના સ્વખર્ચે આ ગૌધન સારવાર કેન્દ્ર ચલાવી રહ્યાં છે. આ સેવાની શરૂઆત તેમણે લાલપુરથી કરી હતી, જેનો લાભ આજે આસપાસના અનેક ગામોના માલધારીઓ જરૂર પડ્યે લઇ રહ્યાં છે. અત્યાર સુધીમાં આ કેન્દ્રની મેડીકલ ટીમની મદદથી ચાર હજાર જેટલા ગૌવંશની વિનામુલ્યે સારવાર કરી નવજીવન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડૂતો માટે યોજાતા માર્ગદર્શન કેમ્પ તથા ખેડૂતોને લગતા પ્રશ્નોના ઉકેલના પ્રયાસ સહિતની સેવાકીય પ્રવળત્તિ અને સુરેશભાઇ વસરા સંચાલિત ગૌધન સારવાર કેન્દ્રના હરતા-ફરતા પશુદવાખાનાનું નિરિક્ષણ કરી પ્રદેશ પ્રમુખ ભારે પ્રભાવિત થયા હતા અને સુરેશભાઇને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતાં. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિヘકર્માની સાથે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અન્ય પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રદેશ પ્રમુખ સહિતના તમામ આગેવાનોનું સુરેશભાઇ વસરાએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને આ તકે ભાજપ તથા જનસંઘના અનેક સ્થાનિક આગેવાનો સાથે પ્રદેશ નેતાઓએ સકારાત્મક વાર્તાલાપ કર્યો હતો. (તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર, સંજય ડાંગર-ધ્રોલ)
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
