તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
મોરબીની સો ઓરડી વિસ્તારમાંથી 15 બોટલ સાથે જયદીપ ચાઉં ઝડપાયો.
રસ્તાની બાજુમાં પડેલા કચરાના ઢગલામાં સંતાડેલી બે અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો સાથે પોલીસે આરોપીની અટકાયત કરી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી સિટી બી ડીવીઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન સો ઓરડી વિસ્તારમાંથી એક શખ્સને વિદેશી દારૂનું વેચાણ ક૨તા રંગેહાથ ઝડપી પાડયો છે. પોલીસે રસ્તાની બાજુમાં પડેલા કચરામાંથી અલગ-અલગ બ્રાન્ડની 15 બોટલ વિદેશી દારૂ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વનરાજસંગ રામસંગભા લીંલોબા, લક્ષ્મણભાઈ પરબતભાઈ અને અન્ય પોલીસકર્મીઓ લગધીર બીટ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. બપોરે 2:00 વાગ્યાના અરસામાં તેઓ સો ઓરડી શેરી નંબર 8 માં પહોંચ્યા ત્યારે રસ્તાની બાજુમાં પડેલા જૂના દરવાજા અને અન્ય સામાન વચ્ચે કાળા કલરની એક પ્લાસ્ટિકની થેલી શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી.
પોલીસ જ્યારે આ થેલી પાસે ગઈ ત્યારે સામે રહેતો એક શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો. તેની હાજરીમાં પોલીસે થેલીની તલાશી લેતા અંદરથી બે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે પંચોની રૂબરૂમાં આ શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ જયદિપ ઉર્ફે જયુ બેચરભાઈ ચાંઉ (ઉ.વ. 36, રહે. સો ઓરડી શેરી નં. 8, મોરબી-2) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેની પાસેથી (1) વ્હીસ્કીની 13 બોટલ (કિંમત રૂ. 10,491) અને (2) વ્હીસ્કીની 2 બોટલ (કિંમત રૂ. 1496) મળી કુલ 11,987 રૂપિયાની કિંમતનો 11.25 લિટર વિદેશી દારૂ કબ્જે કર્યો હતો. વેચાણ કરવાના ઈરાદે પાસ પરમિટ વગર વિદેશી દારૂ રાખવા બદલ પોલીસે આરોપી જયદિપ ચાંઉની અટકાયત ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
