તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 5th November 2026
ગોંડલના જયદીપભાઈ પરડવા ‘ગુજરાત આહીર સેના' રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ બન્યા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૫: સામાજિક અને સાંસ્કળતિક પ્રવળત્તિઓમાં અગ્રેસર સંગઠન ‘ગુજરાત આહીર સેના' દ્વારા સંગઠનના હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગોંડલના અગ્રણી જયદીપભાઈ પરડવાની રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પ્રમુખ ભાવેશભાઈ લોખીલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટીમને વધુ મજબૂત કરવાના હેતુથી આ જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં જ રાજકોટ ખાતે ઐતિહાસિક ‘આહીરાણી મહારાસ' અને આહીર ગરબા મહોત્સવના સફળ આયોજન બાદ સંગઠનનો વ્યાપ સતત વધી રહ્યો છે, જેમાં ગોંડલ પંથકમાંથી નવનિયુક્ત ઉપપ્રમુખ અને યુવા આહીર સમાજના અગ્રણી જયદીપભાઈ પરડવા ની વરણી કરવામાં આવી છે.
ગોંડલના યુવા હૈયાને જિલ્લા કક્ષાની આ મહત્વની સંગઠનાત્મક જવાબદારી મળવા બદલ યુવા આહીર સમાજના અગ્રણી જયદીપભાઈ પરડવા પર સ્થાનિક આગેવાનો, મિત્રવર્તુળ, તોહીજનો અને યુવા ગ્રૂપો તરફથી અવિરત શુભેચ્છાઓ વરસી રહી છે. આગામી સમયમાં તેમના નેતળત્વ હેઠળ સંગઠન ગોંડલ સહિત સમગ્ર જિલ્લામાં સમાજ ઉપયોગી કાર્યોને વધુ વેગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
