તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
ભુજની પાલારા જેલમાં જેલ સહાયક ઉપર કાચાકામના બે કેદીઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો
રાજ્યની દુર્ગમ ગણાતી કચ્છની પાલારા જેલમાં વારંવાર મોબાઇલ ફોન, સીમ કાર્ડ ઝડપાવવાના બનાવો, કેદીઓ વચ્ચે મારામારીના બનાવો જેવા ચકચારી કિસ્સાઓ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : ભુજની પાલારા જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા સુધારવાની કામગીરી કરતી જેલમાં જ કાયદો વ્યવસ્થા કથળી રહ્યા છે. જેલના સહાયક સુરક્ષા ગાર્ડ પ્રિતેશ શાંતિલાલ વડાવિયા ઉપર જેલમાં બંધ કાચાકામના બે કેદીઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવાના આ બનાવે ચકચાર સાથે જેલ સલામતી સામે ચર્ચા અને સવાલો સર્જ્યા છે. રાજદીપસિંહ અને વિજયસિંહે હુમલો કર્યો હતો. હાલ ઈજાગ્રસ્ત જેલ સુરક્ષા ગાર્ડ સારવાર હેઠળ છે. પોલીસે કાયદાકીય કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
