તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
જયપાલ ભાઈ વિઠ્ઠલભાઈ તોગડીયાએ ફુલ જેવા માસુમ પુત્ર પુત્રી સાથે આત્મહત્યા કરી : હાહાકાર

(ભાવેશ ભોજાણી દ્વારા) સાંજે ૫:૨૦ વાગ્યે : રાજકોટ જૂનાગઢ હાઇવે ઉપર આવેલા ગોંડલના ઘોઘાવદર ચોકમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ખળભળાટ મચી ગયો છે. ત્રણેય મૃતદેહને નગરપાલિકાની દ્વારા ગોંડલ સરકારી હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં મૃતકો ના નામો ખુલ્યા છે જેમાં પિતા જયપાલભાઈ વિઠ્ઠલભાઈ તોગડીયા અને પુત્ર વિશ્વરાજ તથા રવિબેન તોગડીયા હોવાનું ખુલ્યું છે. તેમના કારખાનાનું નામ ‘ગાયત્રી સિમેન્ટ' છે. આત્મહત્યાનું કારણ જાણવા મળતું નથી
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
