તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
ધોરાજીની ઐતિહાસિક નવદુર્ગા ગરબીમાં ‘જલતા રાસ'નું ભવ્ય આયોજન
કોઈ ડી.જે. કે સ્પીકર નહીં, માત્ર ઢોલના તાલે ગરબે ઘૂમતી દીકરીઓઃ માતાજીનું સ્વરૂપ ધારણ કરી શિર પર અગ્નિ ધારણ કરીને બાળાઓએ રમેલા રાસથી લોકો મંત્રમુગ્ધ!

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૧પ :.. ધોરાજીમાંથી શ્રદ્ધા અને ભક્તિનો એક અલૌકિક નજારો સામે આવ્યો છે. ધોરાજીના વોકળા કાંઠા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક શ્રી નવદુર્ગા ગરબી મંડળ ખાતે યોજાયેલ ‘જલતા રાસ' સમગ્ર વિસ્તારમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. માતાજીનું સાક્ષાત્ સ્વરૂપ ધારણ કરી નાની-નાની બાળાઓ જ્યારે માથા પર જલતા ગરબા લઈને રમી રહી છે, ત્યારે આ અદ્્ભૂત દ્રશ્ય નિહાળવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે...
પાવન પર્વ નવરાત્રિમાં માતાજીની આરાધનાના અનેક રંગો જોવા મળતા હોય છે, પરંતુ ધોરાજીની આ ગરબીની વાત જ કંઈક અનોખી છે. વોકળા કાંઠા વિસ્તારમાં વર્ષોથી આયોજિત થતી શ્રી નવદુર્ગા ગરબી ધોરાજીની એકમાત્ર એવી ગરબી છે, જ્યાં આજના આધુનિક યુગમાં પણ કોઈ પણ પ્રકારના ડી.જે. કે પヘમિી ગીત-સંગીત વગર, માત્ર ઢોલીના તાલે અને પરંપરાગત ઢાળમાં ગરબા રમાડવામાં આવે છે.
નવ-નવ દિવસ સુધી આજુબાજુના વિસ્તારની બાળાઓ માતાજીની ભક્તિમાં લીન રહે છે. અહીં ટ્રેડિશનલ રાસ તેમજ પ્રાચીન ડાકલા રાસની રમઝટ બોલાવવામાં આવે છે. પરંતુ આ ગરબી મંડળનું મુખ્ય અને સહુથી મોટું આકર્ષણ છે ‘જલતા રાસ'!
બાળાઓ સાક્ષાત્ માતાજીનું સ્વરૂપ ધારણ કરી, માથા પર એંઢોણી મૂકીને સળગતા ગરબા સાથે રાસ રમે છે. આ દ્રશ્ય જેટલું રોમાંચક છે એટલું જ ભક્તિમય પણ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માતાજીની અસીમ કળપાથી આજદિન સુધી આ શ્નજલતા રાસઙ્ખ દરમિયાન કયારેય કોઈ નાના-મોટો બનાવ કે વાંધો આવ્યો નથી. આ અલૌકિક અને અદ્્ભૂત રાસને નિહાળવા માટે સમગ્ર ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોના ટોળેટોળાં ઉમટી પડે છે. (પ-૪)
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
