તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th June 2026
જામ ખંભાળિયામાં આજે ૭ જૂનના રોજ સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધી ૬ કલાકનો વીજકાપ રહેશે
અસહ્ય ગરમી વચ્ચે વીજકાપ ઝીંકાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે

દેવભૂમિ દ્વારકા: કાળઝાળ ગરમીની સિઝન વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જામ ખંભાળિયામાં આજે ૭ જૂન અને રવિવારના રોજ પીજીવીસીએલ દ્વારા વીજ લાઇનોની પ્રી-મોન્સૂન અથવા જરૂરી સમારકામ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે શહેરમાં સળંગ ૬ કલાક સુધી પાવર સપ્લાય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. અસહ્ય ગરમી વચ્ચે વીજકાપ ઝીંકાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
PGVCLના સત્તાવાર વર્તુળો દ્વારા આપવામાં આવેલી પૂર્વ સૂચના અનુસાર, પેટા વિભાગ હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં સમારકામની કામગીરીને પગલે ૭ જૂન, રવિવારના રોજ સવારના ૭:૦૦ વાગ્યાથી બપોરના ૧:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. તંત્ર દ્વારા લોકોને વહેલી સવારે જ પોતાના જરૂરી કામો પતાવી લેવા અપીલ કરાઈ છે.
આ વિસ્તારોમાં રહેશે વીજકાપની અસર
૬ કલાકના આ વીજકાપના કારણે ખંભાળિયાના અનેક મુખ્ય અને રહેણાંક વિસ્તારો પ્રભાવિત થશે.
જડેશ્વર રોડ
સ્ટેશન રોડ
બેઠક રોડ
નવાપરા વિસ્તાર
યોગેશ્વર નગર
ધોરીવાવ
કચોરીયા વાડી
બજાણા રોડ
PGVCL દ્વારા આ સમારકામ અંગે અગાઉથી જ પૂર્વ સૂચના જાહેર કરી દેવામાં આવી છે, જેથી કરીને નાગરિકો પાણી ભરવા સહિતની વીજળી આધારિત વ્યવસ્થાઓ વહેલી તકે આટોપી શકે
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
