તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
વિસાવદર તાલુકામાં જંગલી જાનવરોના ત્રાસ સામે જાંબુડી ગ્રામ પંચાયત આક્રમકઃ તંત્રને પાઠવ્યું આવેદનપત્ર
ખેડૂતો, મજૂરો અને માલધારીઓના રક્ષણ માટે ૧૧ મુદ્દાની તીખી રજૂઆતોઃ માનવ મૃત્યુ કિસ્સામાં ૫૦ લાખ થી ૧ કરોડ સુધીની સહાય અને સ્વરક્ષણ માટે હથિયાર પરવાના આપવા માંગ

વિસાવદર :વિસાવદર તાલુકામાં સીંહ, દીપડા, રોજ અને સુવર જેવા જંગલી જાનવરોનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધી ગયો છે. જંગલી પ્રાણીઓના સતત ત્રાસથી સ્થાનિક ખેડૂતો, મજૂરો અને માલધારીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને જાંબુડી ગ્રામ પંચાયત, વિસાવદર તાલુકા પ્રમુખ કોંગ્રેસ કરસનભાઈ વડોદરિયા, વિસાવદર શહેર પ્રમુખ કોંગ્રેસ આનંદભાઈ પંડ્યા તથા જાંબુડી ગામના સરપંચ લાલભાઈ કોટડીયા, જાવલડી ગામના સરપંચ જયરાજભાઈ સહિત ગ્રામજનોએ આવેદન આપેલ હતું અને તંત્રને તાત્કાલિક પગલાં ભરવા માટે ૧૧ મુદ્દાઓનું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું
છે.
આવેદનપત્રમાં કરાયેલી મુખ્ય માંગણીઓ અને રજૂઆતોઃ (૧) જંગલી જાનવરોના ત્રાસમાંથી મુક્તિઃ વિસાવદર તાલુકામાં સિંહ, દીપડા, રોજ, સુવર જેવા જંગલી પ્રાણીઓનો અતિશય ત્રાસ તાત્કાલિક બંધ કરાવવામાં આવે. (२) નુકસાનીનું યોગ્ય વળતર: જંગલી જાનવરોથી ખેડૂતો અને માલધારીઓને થતા મોટા પ્રમાણના નુકસાન સામે વળતર ચૂકવવામાં આવે. (૩) માનવ મૃત્યુ કિસ્સામાં સહાયઃ જંગલી જાનવરોના હુમલામાં મોતને ભેટનાર પરિવારને ₹૫૦ લાખથી ₹૧ કરોડ સુધીની નાણાકીય સહાય તાત્કાલિક મંજૂર કરવામાં આવે. (૪) જંગલની ફૅસિંગ અને પ્રાણીઓનું સ્થળાંતરઃ સરકારી જંગલ વિસ્તારની ફરતે તાર ફેસિંગ કરવામાં આવે અને તમામ જંગલી જાનવરોને તાત્કાલિક જંગલમાં સ્થળાંતરિત કરવામાં આવે. (૫) ફોરેસ્ટ કર્મચારીઓની જવાબદારી: માનવ મૃત્યુ કે નુકસાનીના બનાવોમાં જવાબદાર ફોરેસ્ટ કર્મચારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અથવા ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા ખેતરો અને માલધારીઓના વસવાટ પાસે ચોકીદારી કરાવવામાં આવે. (૬) સરકારી અધિકારીઓની નીતિ સામે પ્રશ્ન: જંગલી પ્રાણીઓના મૃત્યુના કિસ્સામાં ત્વરિત કાર્યવાહી થાય છે, તો માનવ મૃત્યુના કિસ્સામાં લાપરવાહ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી (૭) હથિયાર લાયસન્સ અને શસ્ત્રોની માંગ: જો સરકાર જંગલી જાનવરોને જંગલમાં રાખી શકતી ન હોય, તો ખેડૂતો, મજૂરો અને માલધારીઓને રક્ષણ માટે વિના મૂલ્યે હથિયાર અને લાયસન્સ આપવામાં આવે. (૮) બજેટ અને ખર્ચ પર સવાલ: સરકાર જંગલી પ્રાણીઓ પાછળ સરકારી તિજોરી ખાલી કરે છે પરંતુ ખેડૂતો અને મજૂરોના રક્ષણ માટે કોઈ ખર્ચ કરતી નથી. (८) અધિકારીઓની જવાબદારી નક્કી કરવી: જંગલ અને પ્રાણીઓની દેખરેખ માટે મોટો પગાર લેતા અધિકારીઓ કે કર્મચારીઓ માનવ મૃત્યુના કિસ્સામાં જવાબદારી કેમ લેતા નથી? (૧૦) એકતરફી કાર્યવાહી બંધ કરવા માંગ: જો માનવ મૃત્યમાં અધિકારીઓ સામે પગલાં ન લેવાતા હોય, તો સીમ કે ગામમાં પ્રાણીના મૃત્યુ સમયે સ્થાનિક લોકો સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ નહીં. જાંબુડી ગ્રામ પંચાયત (સરપંચ) દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો તંત્ર દ્વારા આ રજૂઆતો ધ્યાને લઈ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી શકે છે.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
