તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
જામનગરમાં રૂમ આપવા બાબતે પીતરાઈ ભાઈ વચ્ચે મારમારી થતા ફીનાઈલ પીધું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૭ : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈ અમરશીભાઈ મકવાણા, ઉ.વ.૪૪, રે. નંદનવન સોસાયટી શેરી નં.૩ સામે એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રપ-૧૦-ર૦ર૬ ના ફરીયાદી યોગેશભાઈ એ આજથી છએક વર્ષ પહેલા પોતાની ૬૦૦ ચો.ફુટ જમીન આરોપી કમલભાઈ મનોજભાઈ મકવાણા જે તેમનો કાકાનો દિકરો થતો હોય તેમને ફરીયાદી યોગેશભાઈને બે રૂમ આપવાના બદલે મૌખીક વાત કરીને આપેલ હોય જે જમીન આરોપીઓ કમલભાઈ મનોજભાઈ મકવાણા, કાંતાબેન મનોજભાઈ મકવાણા એ લઈ લીધેલ હોય અને ફરીયાદી યોગેશભાઈને આજદિન સુધી તેમને આપવાના બે રૂમ આપેલ ન હોય જેથી આ બાબતે ફરીયાદી યોગેશભાઈએ તેમને કહેવા જતા આરોપી કમલભાઈ તથા તેમના માતા કાંતાબેન બંન્ને એકસંપ થઈ ફરીયાદી યોગેશભાઈ પર મરચાની ચટણી ઉડાડી ગાળો આપી જપાજપી કરી શરીરે મુંઢ ઈજા કરી તથા કપાળના ભાગે વિખોડીયા ભરી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદી યોગેશભાઈ આરોપીઓના ત્રાસથી કંટાળી ફીનાઈલ પી જતા એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.
મોટરસાયકલ ચોરી
જામનગર : ધ્રોલ પોલીસ સ્ટેશનમાં સહદેવસિંહ અનોપસિંહ જાડેજા, ઉ.વ.૪૩, રે. લૈયારા ગામ, તા.ધ્રોલ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રપ-૧૦-ર૦ર૬ ના ફરીયાદી સહદેવસિંહ નુ હિરો કંપનીનું સ્પેલન્ડર પ્લસ મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦ સી જે ૬૦૯૬ જેની કિંમત રૂ.રપ,૦૦૦/- નું પોતાના ઘર પાસે પાર્ક કરેલ હોય કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
જુની અદાવતનો ખાર રાખી માર માર્યો
જામનગર : અહીંસીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મહેશભાઈ ખેતશીભાઈ હરવારા, ઉ.વ.૪૭, રે. દિગ્વીજય પ્લોટ-પ૮, રે. પાણીના ટાકા પાસે, વાલદાસ એપાર્ટમેન્ટની પાછળ એ ફરીયાદ નોધાવી છે કે, તા.ર૬-૧૦-ર૦ર૬ ના હિંગળાજ ચોક, ઓધવરામ ટી સ્ટોલ પાસે આરોપીઓ ચિરાગ મહેન્દ્રભાઈ કટારમલ, ખુશાલ જીતેન્દ્રભાઈ ગૌસ્વામી, લખન ભગવાનદાસ મેગર, હિરેન કિશોરભાઈ ગૌસ્વામી એ ફરીયાદી મહેશભાઈની દુકાન સામે દરરોજ તેની ગાડી ઉપર બેસતા હોય અને પાનની પીચકારી મારતા હોય જેથી તેઓને ફરીયાદી મહેશભાઈ એ અવાર નવાર અહી બેસવાની ના પાડેલ હોય જેનો ખાર રાખી ફરીયાદી મહેશભાઈને આરોપી ચિરાગ મહેન્દ્રભાઈ કટારમલ એ લોખંડનો પાઈપ માથામા તથા જમણા પગમા મારી ઈજા કરી માથામા દશેક ટાકાની ઈજા કરી તથા આરોપી લખન ભગવાનદાસ મેગર તથા હિરેન કિશોરભાઈ ગૌસ્વામીએ ફરીયાદી મહેશભાઈને પકડી રાખી ઢીકાપાટુનો માર મારી ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
ટ્રકે ઠોકર મારતા મહિલાનું મોત
જામનગર : મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનમાં ગુમાનસીંગ સોમલા ભાભોર, ઉ.વ.૩પ, રે. પીપળી ગામ, સુરેશભાઈ ઈટોના કારખાનામાં, તા.લાલપુરવાાળ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬-૧૦-ર૦ર૬ ના મેઘનુ ગામના પાટીયા સામે આવેલ જીઓ કંપનીના પેટ્રોલ પંપ સામે ફરીયાદી ગુમાનસીંગ તથા તેમના પત્ની વસંતી ગુમાનસિંગ સોમલા, ઉ.વ.૩પ વાળા તેની પાસે રહેલ મોટરસાયકલ હિરો સુપર સ્પેલન્ડર મોટરસાયકલ જેના રજી.નં. એમ.એચ.૩૭, ઝેડ ડી-૪૭૩૮ વાળુ લઈ મેઘનુ ગામના પાટીયાથી આગળ સર પી.એન.રોડ પર જતા હોય તે દરમ્યાન ટ્રક જેના રજી.નં. જી.જે.૧૦ ડબલ્યુ પ૩૭૬ ના ચાલકે તેની પાસે રહેલ ટ્રક પુરઝડપે બેફીકરાઈથી ગફલતભરી રીતે ચલાવી આવી ફરીયાદી ગુમાનસીંગ પાસે રહેલ મોટરસાયકલને પાછળથી ટ્રક અથડાવી મોટરસાયકલ સાથે અકસ્માત કરી ફરીયાદી ગુમાનસીંગ ને શરીરે સામાન્ય છોલછાલની ઈજા કરી તથા ફરીયાદી ગુમાનસીંગ ના પત્ની વસંતીબેનનું સ્થળ પર મોત નિપજાવી ગુનો કરેલ છે.
આંકડા લખતો ઝડપાયો
જામનગર : મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. રોહીતભાઈ એન.થાનકી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬-૧૦-ર૦ર૬ ના ઝાખર ગામ પાટીયા પાસે આરોપી હરપાલસિંહ ઉર્ફે કારીયો બળવંતસિંહ જાડેજા એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩૪૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
ચોરી કરી જતા સામે રાવ
જામનગર : જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પ્રિયાબેન અરશીભાઈ રાજશીભાઈ બડીયાવદરા તે ડો/ઓ. ડાયાભાઈ સોલંકી, ઉ.વ.૪૦, રે. ઈશ્વરીયા ગામે પાદરમાં વાડી વિસ્તાર, તા.જામજોધપુરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯-૧૦-ર૦ર૬ના ફરીયાદી પ્રિયાબેનના રહેણાક મકાને આવેલ રૂમમાં ડુચામા ખાડો કરી દાટેલ સ્ટીલનો ડબ્બામાં રાખેલ રોકડા રૂ.૩,૪૦,૦૦૦/- ની આરોપી અમીતભાઈ ઉર્ફે લાલો હમીરભાઈ ડાંગર એ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
સસ્પેન્ડ થયેલ યુવાનનો આપઘાત
જામનગર : અમદાવાદ જિલ્લાના વિરમગામે રેલ્વે સ્ટેશનની બાજુમાં જુની મીલ કમ્પાઉન્ડમાં રહેતા કાજલબેન એભલભાઈ કરપડા, ઉ.વ.૩ર એ પંચ એ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૪-૧૦-ર૦ર૬ ના મરણજનાર રવિ ચન્દ્રપ્રકાશ કોટાઈ, ઉ.વ.૩૦, રે. હાપા રેલ્વે કોલોની કર્વાટર નં.ર૪ એ છેલ્લા દોઢેક મહીનાથી રેલ્વેમાં નોકરી ઉપરથી સસ્પેન્ડ હોય અને થોડાક સમયથી ગુમસુમ રહેતા હોય જેથી તેને મનમા લાગી આવતા જતા પોતે પોતાના રીતે પોતાના રહેણાક મકાનના રૂમમા પંખાના હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા મરણ ગયેલ છે.
સગીરનું અપહરણ
જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રૂપાભાઈ મયાભાઈ ઝાપડા, ઉ.વ.પ૦, રે. આણંદા ગામ, તા.જોડીયાવાળા એ ફરીયાદ નોંધાવ છે કે, તા.ર૬-૧૦-ર૦ર૬ ના સાધના કોલોની, આદર્શ નિવાસી હોસ્ટેલમાં ફરીયાદી રૂપાભાઈ નો સગીરવયનો દિકરો પોતાની રીતે કોઈને કભ વગર કયાંક ચાલી ગયેલ હોય અથવા કોઈ અજાણ્યો ઈસમ અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ છે.
વાંસજાળીયા ગામે જુગાર રમતા બે ઝડપાયા : એક ફરાર
જામનગર : જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. અશોકભાઈ બાબુભાઈ ગાગીયા એ ફરીયાદ નોધાવી છે કે, તા.ર૬-૧૦-ર૦ર૬ ના દેવડાવાળા માર્ગ પાસે આવેલ નટવરભાઈ ઉર્ફે નટુભાઈ મુળજીભાઈ સવસાણીની વાડીના સેઢા પાસે વાંસજાળીયા ગામે આરોપીઓ ઉમેશભાઈ ખીમજીભાઈ કદાવલા, નટવરભાઈ ઉર્ફે નટુભાઈ મુળજીભાઈ સવસાણી એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦૭ર૦/- તથા ટોર્ચ-૧, કિંમત રૂ.ર૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧૯૯ર૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી ભગુભાઈ ટિડાભાઈ મોરી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કામધંધો ચાલતો ન હોવાથી આપઘાત
જામનગર :જોડીયા તાલુકાના મેઘપર ગામે રહેતા જીવરાજભાઈ ગોવિંદભાઈ રાઠોડ એ જોડીયા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૯-૮-ર૦ર૬ ના મરણજનાર પ્રવિણભાઈ જીવરાજભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ઉ.વ.૪૧ વાળા છેલ્લા થોડા દિવસથી કામધંધો ચાલતો ન હોય અને કામધંધાથી મુંઝાયેલ રહેતા હોય અને જેથી પોતાની જાતે અમારા ઘરની બહાર શેરીમાં પોતાની જાતેથી પોતાના હાથે ઝેરી દવા પી જતા ૧૦૮ માં સારવાર અર્થે પ્રથમ જોડીયા સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડોકટરે તપાસી મરણ ગયેલ છે.
પરણિતાનો ગળાફાંસો
જામનગર :સિકકા ગામે રાધાસ્વામી સોસાયટીમાં રહેતા વાલજીભાઈ મગનભાઈ વરણ, ઉ.વ.૭૧ વાળા એ સિકકા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.રપ-૧૦-ર૦ર૬ના મરણજનાર લક્ષ્મીકુમારી નરેન્દ્રકુમાર પી વરણ તે ડો/ઓ. આત્મજા ગણેશ માનજી, ઉ.વ.ર૦ વાળા એ કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાક મકાને પોતાની જાતે બારી સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લેતા મરણ ગયેલ છે.
વૃઘ્ધે ઝેરી દવા પી આયખું ટુકાવ્યું
જામનગર :રાજકોટ માં નાના મૌવા સીલ્વર ગોલ્ડ રેસીડેન્સીમાં રહેતા સુનીલભાઈ અશ્વિનભાઈ માકડીયા, ઉ.વ.૩૬ વાળા એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૭-૧૦-ર૦ર૬ ના મરણજનાર અશ્વિનભાઈ મગનભાઈ માકડીયા, ઉ.વ.૬૪ વાળા સીદસર ગામે, ઉમીયાધામ ટ્રસ્ટમાં કોઈપણ અગમ્ય કારણોસર પોતાના હાથે ઝેરી દવા પી જઈ મરણ થયેલ છે
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
