<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

જામનગર ભાજપ દ્વારા ખાસ બેઠક યોજાઈ

ગુજરાત પ્રદેશ સંગઠન સહ મહામંત્રી અરુણ બિન્નાડી દ્વારા ખાસ પરિચય બેઠક લેવાઈઃ સંગઠન સાથે સંકલન બેઠક, ટિફિન બેઠક, અચૂક થવી જોઈએ, રિપોર્ટિંગ પણ થવું જોઈએઃ અનિરુધ્‍ધભાઈ દવે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦: હાલ ગુજરાત પ્રદેશ સંગઠન માં સૌરાષ્‍ટ્ર ઝોન માટે સહ મહામંત્રી તરીકે અરુણ અરુણ બિન્નાડીજીની નિમણુંક કરવામાં આવેલ છે. આ તબ્‍બકે તેમની જામનગર મુલાકાત દરમિયાન શહેર સંગઠન ના પદાધિકારીઓ, સેલ મોરચાના હોદેદારો, પ્રભારીઓ, પૂર્વ પ્રમુખો વગેરે સાથે એક પરિચય બેઠકનું આયોજન કરવામાં આવેલ.

આ તબ્‍બકે શહેર અધ્‍યક્ષ બીનાબેન કોઠારી દ્વારા સૌ ને આવકારવામાં આવેલ તેઓ એ જણાવેલ કે જામનગર શહેર સંગઠન ખુબ મજબૂત છે, અને આગામી સમયમાં તેને વધુ ને વધુ મજબૂત બનાવવાની ખાતરી પણ આપીયે છીએ.

ગુજરાત પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્‍ટ્ર ઝોન ઇન્‍ચાર્જ સાંસદ અનિરુદ્ધભાઈ દવે દ્વારા સંગઠનાત્‍મક કાર્યક્રમો - સંકલન મિટિંગ - ટિફિન બેઠક ઇત્‍યાદિ બાબતે સમીક્ષા લેવામાં આવેલ તથા દરેક સ્‍તરે સંકલન બેઠક થાય - શહેર સ્‍તરે ચૂંટાયેલ પદાધિકારીઓ અને સંગઠન વચ્‍ચે સંકલન મિટિંગ અચૂક થાય, વોર્ડ સ્‍તરે સંકલન મિટિંગ અચૂક થાય તે બાબતે ભાર મુકવામાં આવેલ.

જામનગર શહેર સંગઠન પ્રભારી ધનસુખભાઇ ભડેરી દ્વારા વિવિધ સંગઠનાત્‍મક કામગીરી, પ્રવળત્તિ થઇ રહી છે. અને તે નિયમિત રીતે થઇ રહી છે તેના વિષે માહિતી પ્રદાન કરેલ. આગામી સમયમાં ચૂંટણી નજીક હોય, કાર્યકર્તાઓને કટિબદ્ધ બનવા, તૈયાર રહેવા જણાવેલ. સંગઠનાત્‍મક પ્રવળત્તિને વધુ સક્રિય રીતે કરવા જણાવેલ.

ગુજરાત પ્રદેશ સહ મહામંત્રી સૌરાષ્‍ટ્ર ઝોન અરુણ બિન્નાડીજી દ્વારા સૌ કોઈનો પરિચય લેવામાં આવેલ, પોતાનો પરિચય આપવાની સાથે તેઓ ફૂ જણાવેલ કે આગામી સમય માં ચૂંટણી આવી રહી છે, આ સમયે દરેક કાર્યકર્તા એ બુથ સ્‍તર સુધી જવું પડશે, લોકો ની સમક્ષ રહેવું પડશે. સંગઠન ને વધુ ને વધુ મજબૂત બનાવવાની કટિબદ્ધતા દાખવી પડશે. ટિફિન બેઠક, નિયમિત બેઠકો, પરસ્‍પર સંવાદના સંચાર ઉપર તેઓ એ ભાર મુકેલ.

આ પરિચય બેઠકમાં શહેર અધ્‍યક્ષ બીનાબેન કોઠારી, ગુજરાત પ્રદેશ સહ મહામંત્રી સૌરાષ્‍ટ્ર ઝોન અરુણ બિન્નાડી, ગુજરાત પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્‍ટ્ર ઝોન ઇન્‍ચાર્જ અનિરુદ્ધભાઈ દવે, સંગઠન પ્રભારી ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્‍ય દિવ્‍યેશભાઈ અકબરી, મેયર મોનિકાબેન વ્‍યાસ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મળગેશભાઈ દવે, ભાવેશભાઈ કાનણી, સ્‍ટે કમિટી ચેરમેન ધીરેન મોનાણી,  ડે મેયર રાકેશભાઈ ડેર,  સાશકપક્ષ નેતા અમરભાઇ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, પૂર્વ પ્રમુખ ધીરજલાલ કનખરા, નિલેશભાઈ ઉદાણી, અશોક નંદા, હસમુખભાઈ હિંડોચા, વિમલભાઈ કગથરા, સહીત શહેર સંગઠનના હોદેદારો, વોર્ડ પ્રમુખો - મહામંત્રી, સેલ મોરચાના હોદેદારો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ કન્‍વીનર ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવામાં આવેલ છે.

(12:02 PM IST)