તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
' તેરા તુજકો અર્પણ' અંતર્ગત જામનગર સીટી સી ડિવિઝનની સર્વેલન્સ સ્ક્વોડની કાબિલેદાદ કામગીરી :રૂ.5.50 લાખથી વધુની કિંમતના 26 મોબાઈલ મૂળ માલિકને પરત સોંપાયા : જૂઓ સંપુર્ણ યાદી
અરજદારોના અલગ અલગ સમયે ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સારૂ સર્વેલન્સ સ્કોડ સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ

જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વીભાગ નિર્લિપ્ત રાય (IPS) તથા પોલીસ અધિક્ષક જામનગર ડો.રવી મોહન સૈની(IPS) નાઓએ કરેલ સુચના તથા માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક જામ શહેર જયવિરસિંહ ઝાલાનાઓએ સૂચના કરેલ કે સામાન્ય નાગરીકોના ગુમ થયેલ ફોનની સતત તપાસમાં રહેવું અને વધુ મા વધુ મોબાઇલ શોધી પરત કરવા સતત પ્રયત્નશીલ રહેવું જે સૂચના મુજબ સીટી “સી” ડિવીઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એન.બી.ડાભીનાઓની સૂચનાથી તથા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ વી.એ.પરમારના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૪-૨૦૨૫ તથા ૨૦૨૬ના જુના ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા માટે વિશેષ ટીમ બનાવી પ્રથત્નશીલ રહેલ, જે પ્રયત્નો થકી તેરા તુજકો અર્પણ"અંતર્ગત જામ સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારોના અલગ અલગ સમયે ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સારૂ સર્વેલન્સ સ્કોડ સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પો.કોન્સ ક્રુષ્ણપાલસિંહ એમ. જાડેજાએ ટેકનીકલ શોર્સીસ તથા CEIR પોર્ટલ એપ્લીકેશન આધારે ગત માસમા કુલ ૩૦ મોબાઈલ ફોન કિ.રૂ. ૪,૬૬,૧૪૪/-તેમજ ટુંક સમયગાળામા ફરીથી ૨૬ મોબાઈલ ફોન શોધી કાઢેલ જેમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તાર માથી તેમજ બે મોબાઇલ ફોન ઉત્તરપ્રદેશ રાજ્યમાથી તેમજ આજુબાજુના અન્ય જિલ્લાઓ માથી ૨૦૨૪/૨૦૨૫/૨૦૨૬ ના વર્ષમા ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢી ખોવાયેલ મોબાઇલ ફોનને મુળ માલીકોને મોબાઇલ મળ્યા અંગેની જાણ કરી તેઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી "તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત કુલ ૨૬ મોબાઈલ ફોન કિ.રૂ.૫,૫૦,૯૩૯/- ના મુળ માલીકોને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરેલ છે.

(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
